For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PhonePe વૉલેટ સાથે બેન્ક અકાઉન્ટ કેવી રીતે કરશો કનેક્ટ?

ફોન પે વોલેટ ઈ કોમર્સ કંપની ફ્લીપકાર્ટ દ્વારા લોન્ચ કરાયેલી યુપીઆઈ આધારિત એપ્લીકેશન છે, જે તમને કેશલેસ પેમેન્ટની સુવિધા આપે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ફોન પે વોલેટ ઈ કોમર્સ કંપની ફ્લીપકાર્ટ દ્વારા લોન્ચ કરાયેલી યુપીઆઈ આધારિત એપ્લીકેશન છે, જે તમને કેશલેસ પેમેન્ટની સુવિધા આપે છે. ફોન પે વોલેટ ભારતીય રિઝર્વબેન્ક દ્વારા અપાયા PPI લાયસન્સથી સંચાલિત છે. PhonPeનું સમર્થન યુપીઆઈ( યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) પ્લેટફોર્મ દ્વારા થાય છે, જે IMPS (તત્કાલ ચૂકવણી સેવા) આધારે કામ કરે છે. જે કોઈ પણ બે પક્ષ વચ્ચે ફંડ ટ્રાન્સફરની પરવાનગી આપે છે.

ફોન પે એપની મદદથી કરી શકો છો ત્રણ પ્રકારની ચૂકવણી

• ફોન પે વૉલેટ દ્વારા

• યુપીઆઈ પર લિંક બેન્ક અકાઉન્ટ

• ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ

ફોન પે વોલેટ તમને ઓનલાઈન ખરીદી માટે તરત પૈસા રિફંડ લેવામાં મદદ કરે છે, તે સંલગ્ન વેપારીને તરત કેશબેક પણ પહોંચાડે છે. એપનો ઉપયોગ કરીને તમે રિફંડ મળેલા પૈસા પોતાના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. આગળ જાણો બેન્ક ખાતાને ફોન પે સાથે કનેક્ટ કેવી રીતે કરશો.

1. સ્ટેપ

1. સ્ટેપ

પોતાના મોબાઈલમાં ફોન પે એપ ખોલો અને સ્ક્રીન પર ડાબી બાજુ રહેલા આઈકન પર ટેપ કરીને મેનુંમાં જાવ. બેન્ક ખાતા પર ક્લીક કરો અને ‘ન્યૂ બેન્ક એટેચ' બટન પર ક્લીક કરો. ફોન પે યુપીઆઈ પ્લેટફોર્મ પર કામ કરે છે. યુપીઆઈ ભારતની લગભગ તમામ લોકપ્રિય બેન્ક દ્વારા સંચાલિત થાય છે. અત્યાર સુધી યુપીઆઈ સક્ષમ બેન્કના ખાતને ફક્ત પૈસા મોકલવા અને મેળવવા માટે ફોન પે વોલેટ સાથે કનેક્ટ કરી શકાય છે.

2. સ્ટેપ

2. સ્ટેપ

તમને મળતી બેન્કની યાદીમાંથી તમારી બેન્ક પસંદ કરો, જેના ખાતા સાથે તમે ફોન પે લિંક કરવા ઈચ્છો છો. જો તમારી બેન્ક આ લિસ્ટમાં નથી તો તમે ‘અધર બેન્ક' પર ક્લીક કરો અને ખાતા નંબર તેમજ IFSC કોડ નાખીને મેન્યુઅલ રીતે બેન્ક અકાઉન્ટ લિંક કરી શકો છો. આ ખાતનો ઉપયોગ કરી તમે પૈસા મેળવી શકો ચો. પરંતુ પૈસા મોકલી નથી શક્તા.

3. સ્ટેપ

3. સ્ટેપ

ફોન પે તમારા ખાતાની માહિતી મેળવશે, અને તમારા ખાતા સાથે લિંક થશે. યુપીઆઈ પિન બટન પર ટેપ કરીને યુપીઆઈ પિન સેટ કરો. પછી નેક્સ્ટ પર ક્લીક કરો. યુપીઆઈનો ઉપયોગ કરીને તમે તમારા વોલેટમાં પૈસા નાખ્યા વિના પણ કોઈને ચૂકવણઈ કરી શકો છો. આ રીતે તમે સીધા જ તમારા બેન્ક અકાઉન્ટથી પૈસા મોકલી શકો છો.

4. સ્ટેપ

4. સ્ટેપ

તમારા ડેબિટ કે એટીએમ કાર્ડ નંબરના છેલ્લા છ નંબર ‘વેલિડીટી ડેટ' સાથે ઈનપુટ કરો. જો તમારા ડેબિટ કાર્ડની છેલ્લી તારીખ નથી તો 00/49 નાખવાનો પ્રયત્ન કરો. તમારા બેન્ક ખાતા સાથે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. યુપીઆઈ પીન સેટ કર્યા પછી તમારા બેન્ક તરફથી આવેલા ઓટીપીનો ઉપયોગ કરો.

5. સ્ટેપ

5. સ્ટેપ

હવે તમારું બેન્ક અકાઉન્ટ ફોન પે સાથે સફળતા પૂર્વક લિંક થઈ ચૂક્યુ છે. તમે તમારા યુપીઆઈ પીનનો ઉપયોગ કરીને સીધા જ બેન્ક ખાતા દ્વારા લેવડદેવડ કરી શકો છો. કેટલીક ક્લિક સાથે ફોન પે તમને તમારા ફોન, ડીટીએચ, બિલની ચૂકવણી, ફંડ ટ્રાન્સફર, સ્પ્લિટ બિલના પણ ઓપ્શન આપશે.

English summary
follow these steps and connect your bank account with phonepe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X