ઓનલાઈન શોપિંગમાં ફ્રોડથી બચવા માટે આટલું ધ્યાન રાખો
ઓનલાઈન શોપિંગ આજકાલ ઝડપથી વિક્સી રહ્યું છે. દેશમાં હવે ઓનલાઈન શોપિંગ માર્કેટ 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. પરંતુ જે ઝડપથી ઓનલાઈન શોપિંગ વધી રહ્યું છે, એટલી જ ઝડપથી ઓનલાઈન ફ્રોડ પણ વધ્યા છે. ત્યારે જરૂરી છે કે જ્યારે પણ તમે ઓનલાઈન શોપિંગ કરો તો કેટલીક વાતોનું ધ્યાન રાખો. જો તમે સાવધાની રાખશો તો ઓનલાઈન ફ્રોડથી આસાનીથી બચી જશો.
1 જુલાઈથી બદલાઈ જશે SBI નિયમ, 42 કરોડ ખાતાધારકો પર અસર થશે

પહેલા જાણીએ ઓનલાઈન શોપિંગના ફાયદા
ઓનલાઈન શોપિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં એક જ સામાનની ઢગલાબંધ રેન્જ મળે છે. જેનાથી પસંદગીનો સામાન લેવો સહેલો બને છે. બીજી તરફ રેટને લઈ પણ કોઈ પ્રોબ્લેમ નથી થતો. દરેક સમાનાનો રેટ લખેલો જ હોય છે. એટલે ભાવ કરાવવાની જરૂર નથી પડતી. આ ઉપરાંત પેમેન્ટના જુદા જુદા ઓપ્શન મળે છે. ચાલો જાણીએ તો કયા પગલાં લેવાથી તમે નુક્સાનથી બચી શકો છો.

કાર્ડની ડિટેઈલ્સ ક્યારેય સેવ ન કરો
કેટલીક વાર મોટી ઈ કોમર્સ કંપનીઓ ખાસ સામાન લેવા પર કૅશ ઓન ડિલીવરીનો ઓપ્શન નથી આપતી. ત્યારે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું જરૂરી બને છે. આવી સ્થિતિમાં તમારે સૌથી પહેલા એ ચેક કરવું જોઈએ કે જ્યાંથી સામાન ખરીદો છો તે ભરોસાપાત્ર વેબસાઈટ છે કે નહીં.જો વેબસાઈટ ભરોસાપાત્ર છે તો પેમેન્ટ કરતા કેટલુંક ધ્યાન રાખો. જેમ કે પમેન્ટ કરવા દરમિયાન તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડની ડિટેઈલ્સ ટાઈટ પર સેવ ન કરો. વેબસાઈટ પેમેન્ટ દરમિયાન સેવ ક રવાનો ઓપ્શન આપે છે. આ ઓપ્શન જ્યારે પણ દેખાય ત્યારે તેમાં ના વિકલ્પ પસંદ કરીને જ પેમેન્ટ કરો. આમ કરવાથી ઓનલાઈન ફ્રોડ થવાની આશંકા ઘટી જશે.

કૅશ ઓન ડિલીવરી છે બેસ્ટ ઓપ્શન
ઓનલાઈન સાઈટથી સામાન લેતા સમયે ચૂકવણીના જુદા જુદા ઓપ્શન મળે છે. તેમાં સૌથી સેપ રીત કૅસ ઓન ડિલીવરીની છે. આમાં તમારે વેબસાઈટને કોઈ જ માહિતી આપવાની નથી હોતી. એટલે ફ્રોડની આશંકા જનથી. જો તમને ખરીદી દરમિયાન આ ઓપ્શન મળે છે, તો તે જ પસંદ કરો.

નકલી વેબસાઈટીથી બચો
આજકાલ ફ્રોડ કરનાર લોકો સરખા નામવાળી બોગસ વેબસાઈટ્સ બનાવે છે. ગ્રાહકો આ વેબસાઈટ પર સામાન ખરીદતી વખતે પોતાની ડિટેઈલ્સ રાખે છે. બાદમાં આ બોગસ વેબસાઈટ બનાવનાર ફ્રોડ લોકોના પૈસા સેરવી લે છે. સોશિયલ મીડિયા પર પણ આજકાલ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીના નામ પર બોગસ લિંક શૅર કરવામાં આવે છે. તેના પર બોગસ જાહેરાત બતાવવામાં આવે છે અને સામાન ખૂબ જ સસ્તો બતાવવામાં આવે છે. એટલે આવી વેબસાઈટથી બચો.

આ રીતો બોગસ વેબસાઈટને ઓળખો
કોઈ પણ ઓનલાઈન સામાન વેચતી વેબસાઈટ પર જતા પહેલા એ જરૂર ચેક કરો કે તે સિક્યોર છે કે નહીં. જો આ વેબસાઈટ સિક્યોર ન હોય તો તેના પર પેમેન્ટ કરવું એ ખતરાથી ઓછું નથી. જો કોઈ વેબસાઈના યુઆરએલની શરૂઆતમાં લીલા રંગનું લૉક દેખાય કે https ન હોય તો તેના પર ભરોસો ન કરો. આ વેબસાઈટ નકલી હોઈ શકે છે. આ વેબસાઈટથી ક્રેડિટ કાર્ડ કે ડેબિટકાર્ડની અથવા બેન્ક સંબંધી માહિતી ચોરી થઈ શકે છે. જેનો ભોગ તમને બની શકો છો.

સોશિયલ મીડિયા પર આવતી લિંક આ રીતે ઓળખો
સમાન્ય રીતે લોકો સોશિયલ મીડિયા પર લિંક શૅર કરે છે, અને જોયા વગર જ કરી દે છે. આ લિંકમાં ઘણીવાર સસ્તો સામાન વેચવાની ઓફર હોય છે. આ ઓફર એટલી આકર્ષક હોય છે કે ગ્રાહકો રોકાતા નથી અને બોગસ વેબસાઈટની જાળમાં ફસાઈ જાય છે. એટલે હવે જ્યારે પણ તમને આવી કોઈ લિંક મળે તો તેનુ યુઆરએલ ચેક કરો. સામાન્ય રીતે ઓવું હોય છે કે જે લિંક તમને સોશિયલ મીડિયા પર આપવામાં આવે તે ઓપન થાય ત્યારે યુઆરએલ જુદુ જ હોય છે. એટલે લિંકમાં બતાવાયેલુ યુઆરએલ અને ખુલતું યુઆરએલ ચેક કરો.

વેચાયતો હોય છે નકલી સામાન, આ છે બચવાની રીત
કેટલીકવાર મોટી મોટી વેબસાઈટ પર પણ નકલી સામાન વેચાતો હોય છે. તેનું સૌથી મોટું કારણ છે કે જાણીતી ઈ કોમર્સ વેબસાઈટ્સ પર કેટલાક સેલર્સ બોગસ પ્રોડક્ટ શૅર કરી દેતા હોય છે. આ સેલર્સ સામાન સસ્તી કિંમતે વેચે છે, જેથી તેમનું વેચાણ વધે. ત્યારે જરૂરી છે કે તમે કોઈ પણ વેબસાઈટ પરથી સામાન ખરીદતા પહેલા તેના પર લાગેલું લેબલ જુઓ. જો તમે ફ્લિપકાર્ટથી સામાન ખરીદો છો તો તેના પર ફ્લિકાર્ટ એશ્યોર્ડ અને એમેઝોન પર એમેઝોન ફુલફિલ્ડનું લેબલ હોય છે. આ લેબલ લાગેલા સામાનની જવાબદારી ખુ દકંપની લે છે. જે સામાન પર આ લેબલ ન હોય તેની જવાબદારી કંપની નથી લેતી.