• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓનલાઈન છેતરપિંડીનો શિકાર થયા છો, તો આ રીતે કરો ફરિયાદ

|

આજકાલ કોઈને કોઈ વ્યક્તિ એક વાર તો ઓનલાઈન ફ્રોડનો શિકાર બને જ છે. જો તમારી સાથે પણ આવું થયું છે, તો ડરવાની જરૂર નથી. અહીં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરી શકો છો. તમે જાણતા જ હશો કે ડિજિટલ બની રહેલા ભારતમાં દરેક ચીજવસ્તુ ઓનલાઈન ખરીદાઈ અને વેચાઈ રહી છે, ત્યારે ઈન્ટરનેટ પરનો ડેટા ચોરી થવાની શક્યતા ઘણી વધી ગઈ છે. ભૂલથી પણ ડેબિટ કાર્ડ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી, ઓટીબી લીક થવાથી ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે.

RBI ગાઈડલાઈન

RBI ગાઈડલાઈન

RBIની નવી ગાઈડલાઈન પ્રમાણે જો કોઈ ગ્રાહક કોઈ પણ બેન્કની સાઈટ અથવા લિંક્ડ વેબસાઈટ પરથી છેતરાય તો આવી સ્થિતિમાં બેન્ક ગ્રાહકે ક્લેમ કરેલા તમામ પૈસા પાછા આપશે. સાથે જ આદેશ છે કે ગ્રાહક પોતાના ઓટીપી, પિન, સીવીવી નંબર કે બેન્કની કોઈ પ્રકારની માહિતી કોઈની સાથે શૅર ન કરે.

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી થતા ઓનલાઈન ફ્રોડ

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી થતા ઓનલાઈન ફ્રોડ

જો તમે લાગે કે તમારા અકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અંગે કોઈ માહિતી વિચિત્ર છે, તો તમે તાત્કાલિક કસ્ટમેર કૅરમાં ફોન કરીને પોતાનું કાર્ડ બ્લોક કરી શકો છો. આ સાથે જ મોડું કર્યા વગર પોલીસમાં રિપોર્ટ કરતા પહેલા બેન્કને જાણ કરી જરૂરી છે.

ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરવાની પ્રક્રિયા

ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરવાની પ્રક્રિયા

- હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ ઓનાલી છેતરપિંડીની ફરિયાદ કરતા પહેલા તમારી પાસે છેતરપિંડી અંગેના દસ્તાવેજ હોવા જોઈએ.

- તપાસ માટે છેલ્લા છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ જરૂરી હોય છે.

- તમામ SMS જેમાં ઓનલાઈન ફ્રોડમાં થયેલા પૈસાની હેરા ફેરીની ડિટેઈલ્સ હોય, તે તમારી પાસે હોવા જોઈએ.

- ફરિયાદ કરતા સમયે ગ્રાહકે પોતાનું કસ્ટમર આઈડી, હાલનું એડ્રેસ જણાવવું જરૂરી છે.

- હમેશા કોશિશ કરો કે તમે છેતરપિંડી અંગેની ફરિયાદ કે FIR અંગે સંબંધિત બેન્ક બ્રાંચ અથવા પોલીસ સ્ટેશન પુરાવા સાથે જાવ.

- જો કોઈ પણ પોલીસ સ્ટેશન તમારી ફરિયાદ નોંધવાની ના પડે તો તમે આઈપીસીની કલમ 156 (3) અંતર્ગત કોર્ટમાં કેસ કરી શકો છો.

- હંમેશા ઓનલાીન પ્રોડનો સ્ક્રીનશોટ લોકેશન સાથે રાખો.

FIR કરવાની પ્રક્રિયા

FIR કરવાની પ્રક્રિયા

- તમે સીધા જા સાઈબર સેલમાં કેસ ફાઈલ કરી શકો છો. પરંતુ સૌથી પહેલા તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પ્રયત્ન કરવો જોઈએ.

- આરબીઆઈના નવા નિયમ પ્રમાણે કોઈ પણ ઓફલાઈન દગાખોરી બેન્કની ભૂલના કારણે થાય તો ગ્રાહક જવાબદાર નથી.

- સાથે જ આરબીઆઈનું કહેવું છે કે જો ઓનાલી પૈસાની છેતરપિંડી થર્ડ પાર્ટી (એટીએમ સ્કેમર, માલવેર એક્સચેન્જ, પબ્લિક વાઈફાઈ)થી થાય તો નબેન્ક કે ગ્રાહક કોઈ જવાબદાર નથી.

- જો ત્રણ દિવસમાં ગ્રાહક પોતાની બેન્કને જાણ કરે કે તેના ખાતામાં ઓનાલઈન છેતરપિંડી થઈ છે, તો ગ્રાહકે કોઈ પૈસા નહીં ભોગવવા પડે.

- ધ્યાન રાખો કે ફરિયાદ ઝડપથી કરો. તમે જેટલી મોડી ફરિયાદ કરશો એટલું જ નુક્સાન તમારે ભોગવવું પડશે. ઘટનાની જાણ થયાના 3 દિવસમાં બેન્કને ફરિયાદ કરો.

- પુરાવા તરીકે તમારી પાસે FIRની કૉપી રાખો

- જો ગ્રાહકની લાપરવાહીને કારણએ છેતરપિંડી થાય તો નુક્સાન ગ્રાહકે ભોગવવું પડશે.

જો તમે ખોટો પાસવર્ડ, ખાતાની ખોટી માહિતી આપી છે તો ત્રણ દિવસ ઉપરાંત તમારી પાસે 7 દિવસનો સમય હોય છે, જેમાં તમે ફરિયાદ કરી શકો છો. સાથે જ RBIએ નક્કી કરેતી કેટલીક રકમ પણ ગ્રાહકે ભોગવવી પડી શકે છે.

આટલી વાતોનું રાખો ધ્યાન

આટલી વાતોનું રાખો ધ્યાન

આ પ્રકારના ફ્રોડથી બચવા માટે કોશિશ કરો કે તમે અજાણી વેબસાઈટ સર્ફ ન કરો અને એપ્સને ફોન કે લેપટોપમાં ડાઉનલોડ ન કરો. સાથે જ તમારા અંગત કામ માટે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ ન કરો. તમને ઓટીપી કે બેન્કની માહિતી માટે કોઈ અજાણ નંબર પરથી ફોન આવે તો ન આપો. હંમેશા ક્લોનિંગ એપ અને લિંકથી બચો. જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો કે મોટાભાગે પૈસાની લેવડ દેવડ ઓનલાઈન કરો છો તો તમારા ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત રાખવા સાઈબર ઈન્સ્યોરન્સ લેવાનું રાખો.

English summary
how to complaint about online fraud
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X