આધાર ખોવાઈ જાય તો આ રીતે ફરી મેળવો
આમ તો આધાર કાર્ડ કોઈ એવી વસ્તુ નથી જે ખોવાઈ જાય. તેના ખોવાવાનો અર્થ છે કે તમારી પાસે તેની પ્રિન્ટ નથી. જો તમે આ પ્રકારની સ્થિતિમાં છો તો પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. તમે ઈચ્છો તો આધાર સહેલાઈથી બીજીવાર પ્રિન્ટ કરી શકો છો. UIDAIએ આ સુવિધા આપી છે. આધાર એક મહત્વનો દસ્તાવે જ છે, જેની કોપી તમારી પાસે હોવી જરૂરી છે. તેનો ઉપયોગ બેન્ક ખાતું ખોલવામાં અને દર વર્ષે નો યોર ક્લાયન્ટ પ્રક્રિયામાં કામ આવે છે. આ ઉપરાંત હવે આઈટી રિટર્ન સહિતની અન્ય જગ્યાઓએ પણ તેનો ઉપયોગ થાય છે. જો તમે કેન્દ્ર કે રાજ્યની સરકારી સ્કીમનો ફાયદો લેવા ઈચ્છો છો તો આધારની માહિતી આપ્યા વગર તે શક્ય નથી. ચાલો જાણીએ આધાર ફરી પ્રિન્ટ કેવી રીતે કરી શકાય.

તમે જાતે પણ કરી શકો છો પ્રિન્ટ
સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે આધાર અંગેના કામ કોમન સર્વિસ સેન્ટર પર જ થઈ શકે. પરંતુ આ સાચું નથી, જો તમે ઈચ્છો તો તમારું આધાર જાતે જ પ્રિન્ટ કરી શકો છો. આ માટે બસ એક કમ્યુટર અને ઈન્ટરનેટ હોવું જરૂરી છે. જો તમારી પાસે આ સુવિધા નથી તો તમે નજીકના કોઈ સાયબર કેફેમાં જઈને પણ આ કામ કરી શકો છો.

એનરોલમેન્ટ નંબર સ્લિપની જરૂર પડશે
જો તમે તમારું આધાર કાર્ડ બનાવડાવો છો તો રજિસ્ટ્રેશન કે એનરોલમેન્ટ સ્લિપ મળે છે. આ સ્લિપમાં ઘણી માહિતી હોય છે. જો તમારે તમારું આધાર ફરી પ્રિન્ટ કરવું છે, તો તેની જરૂર પડશે. તેના દ્વારા જ તમે યોગ્ય ફોર્મેટમાં પોતાનું આધાર કારડ્ પ્રિન્ટ કરી શક્શો. જો તમારી પાસે આ રિસિપ્ટ નથી તો તમને તમારો આધાર નંબર ખબર હોવી જોઈએ, તેના દ્વારા પણ તમે રિપ્રિન્ટ કરી શકો છો.

આ રીતે કરો રિપ્રિન્ટ
સૌથી પહેલા UIDAIની વેબસાઈટ પર જાવ. આધારની વેબસાઈટ પર જવા માટે નીચે ક્લિક કરો
https://resident.uidai.gov.in/
1. અહીં ક્લિ કર્યા બાદ આધાર રિપ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરો.
2. અહીં તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ નંબર ભરો.
3. બાદમાં સામે દેખાઈ રહેલા સિક્યોરિટી કોડ એટલે કે કેપ્ચા એડ કો
4. બાદમાં ગેટ ઓટીપી પર ક્લિક કરો.
5. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી કે વન ટાઈમ પાસવર્ડ મળશે.
6. તમે ઈચ્છો તો આ ઓટીપી ઈમેઈલ પર પણ મગાવી શકો છો.
7. હવે ઓટીપી નંબર નીચે આપેલી કોલમમાં ભરો.
8. બાદમાં વેરિફાઈ ઓટીપી પર ક્લિક કરો.
9. સામે એક પેજ ખુલશે.
10. અહીં 50 રૂપિયા પેમેન્ટની કોલમ આવશે.
11. આ ફી આધાર ફરી પ્રિન્ટ કરીને તમને મોકલવાના ખર્ચ તરીકે લેવામાં આવે છે.
12. તેમાં સ્પીડ પોસ્ટ ચાર્જ, જીએસટી અને પ્રિન્ટનો ખર્ચ સામેલ હોય છે.
13. જેવું તમે પેમેન્ટ કરશો કે તમારું આધાર પ્રિન્ટ થઈ જશે, અને 15 દિવસમાં તમને સ્પીડ પોસ્ટથી મળી જશે.
14. આધાર કાર્ડ બનાવતા સમયે તમે જે એડ્રેસ રજિસ્ટર કરાવ્યું હશે, ત્યાં આધારકાર્ડ આવી જશે.

એમ આધાર એપથી પણ થઈ શકે છે કામ
જો તમે ઈચ્છો તો આ કામ એમ આધાર એપ દ્વારા પણ કરી શકો છો. આવું કરવા માટે આધાર તરફથી તમને ટાઈમ બેઝ્ડ વન ટાઈમ પાસવર્ડ મળશે. આ પાસવર્ડનો ઉપયોગ કરી તમે આ પ્રોસેસ કરી શકો છો. બસ આ માટે તમારી પાસે એપ હોવી જરૂરી છે.

આધાર રિપ્રિન્ટ અંગે મહત્વની વાત.
જ્યારે પણ તમે આધાર રિપ્રિન્ટ કરવા ઈચ્છો છો ત્યારે નવું કાર્ડ આધારમાં લખેલા એડ્રેસ પર જ આવશે. એટલે જો તમારું એડ્રેસ બદલાઈ ગયું છે, તો તમને મુશ્કેલી આવી શકે છે. એટલે મહત્વનું છે કે પહેલા તમે આધારમાં પોતાનું એડ્રેસ બદલી લો, અને બાદમાં ફરી પ્રિન્ટ કરો. આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે UIDAI વેબસાઈટ પર આપવામાં આવેલા 44 દસ્તાવેજમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: ક્યાં છે મંદી: એક કરોડ રૂપિયાથી વધુની આવક કરનારાઓ વધ્યા