બિઝનેસ શરૂ કરવા માંગો છો? આ વસ્તુઓ જાણી લેશો તો ફાયદામાં રહેશો
નવી દિલ્હીઃ જો તમે પણ તમારો ખુદનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો તો તમારા માટે આ આર્ટિકલ વાંચવો ખુબ જરૂરી છે. બિઝનેસ માટે લોન લેવી સહેલી થઈ ગઈ છે એ વાત સાચી છે. બેંકોમાં હવે આસાનીથી લોન મળી જાય છે. કેટલીય સરકારી અને પ્રાઈવેટ બેંક હવે લોન ઉપલબ્ધ કરાવી રહી છે.
બેંકમાં હવે બિઝનેસ લોનની પ્રક્રિયાને પણ ઘણી આસાન કરી દેવામાં આવી છે. સરકારે પણ દેશમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કેટલાય પ્રકારની લોન સ્કીમ શરૂ કરી છે. પીએમ મુદ્રા યોજના ઉપરાંત બીજી કેટલીય સ્કીમ છે, જેમાં તમે નાની રકમથી લઈ મોટી લોન લઈ શકો છો. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના હિસાબે તમે તમારા કારોબાર માટે 50,000 રૂપિયાથી લઈ 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.

બિઝનેસ લોન શું હોય છે જાણો
તમારી કારોબારી જરૂરતોને પૂરી કરવા માટે બિઝનેસ લોન લેવામાં આવે છે. જો તમે પણ કોઈ બેંક પાસેથી બિઝનેસ લોન લેવા માંગો છો તો તેની સરળ પ્રોસસ શું છે જાણો.
- સૌથી પહેલા વિસ્તૃત બિઝનેસ પ્લાન બનાવો.
- તમે જે બેંકથી લોન લેવા માંગો છો તેને તમારો બિઝનેસ પ્લાન જણાવો.
- જે બાદ તમારે કેટલી લોન જોઈએ તે નક્કી કરો.
- તમારા ક્રેડિટ સ્કોર વિશે જાણો.
જણાવી દઈએ કે બેંક તમારા બિઝનેસ પ્લાનને જોઈને જ લોન આપવાનો ફેસલો કરે છે. જો બેંકને લાગે કે તમારા બિઝનેસ અને તેનાથી થતો ફાયદો એટલો વધી હશે કે તમે ખર્ચ પૂરો કર્યા બાદ નક્કી કરાયેલ સમયગાળામાં બેંકની લોન ચૂકવી શકશો, ત્યારે જ બેંક તમારી લોન મંજૂર કરે છે.

બિઝનેસ લોનના ફાયદા
- આનાથી કેશ ફ્લો વધે છે
- બિઝનેસની જરૂરત માટે પૈસાની મદદ મળે છે
- નાની અને લાંબી બંને અવધિ માટે પૈસાની જરૂરત પૂરી થાય છે

બિઝનેસ લોન માટે અરજી કોણ કરી શકે?
- ખુદનો વેપાર કરી રહેલ વ્યક્તિ
- કારોબારી કે ઉદ્યોગ સાહસી
- પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ
- પાર્ટનરશિપ ફર્મ

આ ડૉક્યુમેન્ટની જરૂરત હોય
- બિઝનેસ લોન માટે પાન કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજમાંથી એક છે.
- આની સાથે જ 2-3 વર્ષનું ઈનકમ ટેક્સ રીટર્ન જોઈશે. બિઝનેસ લોન માટે આઈટી રીટર્ન તમારી ઈનકમ પ્રૂફ તરીકે કામ કરે છે.
- બિઝનેસ લોન માટે રોકાણનું પ્રમાણ જરૂરી છે. તેના માટે આધાર કાર્ડ, વોટર આઈડી, પ્રમાણ પત્ર પણ ફરજીયાત છે.
- બિઝનેસ લોન માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સમાં વ્યવસાયિક એડ્રેસનું પ્રમાણ આપવું જરૂરી છે. આ પહેલું ફિલ્ટર છે, જેના આધારે લોન આપવામા આવે છે.
- તમે કેટલો ખર્ચ કરો છો, કેટલું ઉધાર લો છો અને ઉધાર ક્યારે ચૂકવો છો, આ બધા વહેવાર તમારા બેંક સ્ટેટમેન્ટથી માલૂમ પડે છે.
- એક સારા ક્રેડિટ બેલેન્સ દ્વારા લોન આપનાર એ સમજી શકે કે તમે લોન પરત ચૂકવવામાં વિશ્વસનીય છો કે નહિ.
પૈસા ભરેલો બેગ રિક્ષામાં જ ભુલી ગઇ મહિલા, ડ્રાઇવરે કર્યું આ કામ