For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેવી રીતે રિટાયરમેન્ટ પહેલાં નાણાં બનાવવા

જો તમે 20 અથવા 30 વર્ષના છો તો સંભાવના છે કે તમે ભવિષ્યમાં રોકાણ લક્ષ્યાંકોના બદલે પોતાની વર્તમાન જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હશો.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જો તમે 20 અથવા 30 વર્ષના છો તો સંભાવના છે કે તમે ભવિષ્યમાં રોકાણ લક્ષ્યાંકોના બદલે પોતાની વર્તમાન જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હશો. મોટા ભાગના લોકો આ ઉંમરમાં એવું વિચારે છે કે રિટાયરમેન્ટમાં હજુ ઘણો સમય છે પછી જોઈ લઈશુ પરંતુ પછી પાછળથી કશું થઇ શકતું નથી, જે કરવાનું છે એ વર્તમાનમાં જ કરવું પડશે. જો તમે રિટાયરમેન્ટમાં આર્થિક રીતે ખુશ બનાવવા માંગો છો, તો હવે તમારે બચત અને પ્લાનિંગ કરવાનું શરૂ કરવું પડશે. આ યોગ્ય સમય અને યોગ્ય ઉંમર પૈસા બનાવવાની છે. તમને જણાવીએ કે કઈ રીતે તમે રિટાયરમેન્ટ માટે પૈસા બનાવી શકો છો.

રિટાયરમેન્ટ પ્લાનિંગ ઝડપથી શરૂ કરી દો

રિટાયરમેન્ટ પ્લાનિંગ ઝડપથી શરૂ કરી દો

જો તમે રિટાયરમેન્ટ પછી ચિંતા મુક્ત જીવન વિતાવવા માંગો છો તો પછી તમારે ઓછી ઉંમરે તે માટે તૈયારી કરવાનું શરૂ કરી દેવું પડશે. જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ જેવા લાંબી મુદતની રોકાણ યોજના શરૂ કરો છો, તો તે યોજના તમારા માટે વધુ સારી રહેશે. તો તમારો સમય હવે શરૂ થાય છે.

રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે માર્ગદર્શન

રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે માર્ગદર્શન

સૌ પ્રથમ તમારે સ્વીકાર કરવું પડશે કે એક દિવસ તમે નિવૃત્તિ થશો, તો પછી એ જાણવું પડશે કે આગળ જઈને તમારે તમારી સાથે સાથે પત્ની, બાળકો, માતા-પિતા, શિક્ષણ અને લગ્ન જેવા ઘણા ખર્ચ તમારે જ ઉઠાવવા પડશે. તેથી તમારે ઇમર્જન્સી માટે અને આ બધા કામો માટે તમારી પાસે એક મોટી બચત હોવી જરૂરી છે.

વિચારો કે તમે દર મહિનાના પગારમાંથી કઈ રીતે બચત કરી શકો છો, બચતની રીતોની તપાસ કરો. નાણાં નું રોકાણ કરો જેથી તમને વ્યાજ સાથે બમણો નફો પણ મળશે.

રોકાણના વિકલ્પો

રોકાણના વિકલ્પો

જો તમે રોકાણની દુનિયામાં પ્રથમ પગલું લઈ રહ્યા છો, તો તમને જણાવીએ કે તમે ઘણી સારી એવી યોજનાઓમાં રોકાણ કરી શકો છો. જેમાં તમને સારો વ્યાજ દર મળશે અને ટેક્સ બચી શકશે. રોકાણના વિકલ્પો પીપીએફ, મ્યુચ્યુઅલ ફંડ, આરડી, હેલ્થ વીમો, રિયલ એસ્ટેટ અને ઘણી પેન્શન યોજના છે. એસઆઇપી પણ એક પ્રકારનો મ્યુચ્યુઅલ ફંડ છે જેને સુરક્ષિત રોકાણ કહેવાય છે.

સ્ટોક માર્કેટમાં પણ રોકાણ કરી શકાય છે

સ્ટોક માર્કેટમાં પણ રોકાણ કરી શકાય છે

જો તમે સ્ટોક માર્કેટ અને શેરબજારની માહિતી રાખો છો, તો તમે અહીં પણ તમારા નાણાં નું રોકાણ કરી શકો છો. પણ તમારે સ્ટોક માર્કેટ પર નિયમિત નજર રાખવાની જરૂર રહેશે કારણ કે નાણાં ક્યારે ડૂબી જશે તે તમને ખબર પણ નઈ પડે. આ ઉપરાંત તમે સોનામાં પણ રોકાણ કરી શકો છો.

જમીન ખરીદી તમે અહીં તમારા નાણાં નું રોકાણ કરી શકો છો. જમીનમાં નાણાં નું રોકાણ વધુ ફાયદાકારક સાબિત થશે કારણ કે જમીનની કિંમત વધે છે ઘટતી નથી.

English summary
How To Grow Your Wealth For Retirement?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X