For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICICI બેંકે શરૂ કરેલી કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ સેવા કેવી રીતે યુઝ કરશો?

|
Google Oneindia Gujarati News

ભારતમાં સૌપ્રથમવાર કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ અને ઇન્સ્ટન્ટ કેશ ટ્રાન્સફરની સુવિધા શરૂ થઇ છે. આ સુવિધા ICICI બેંક (આઇસીઆઇસીઆઇ બેંક) દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાની મદદથી ATMમાંથી ડેબિટ કાર્ડ વિના જ ભારતમાં કોઇને પણ ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આ સુવિધાની સૌથી ખાસ બાબત એ છે કે આ સેવાનો ઉપયોગ કરવા માટે કોઇપણ બેંક એકાઉન્ટ નહીં હોય તો પણ તેનો ઉપયોગ કરી શકાશે. આ સેવાનો લાભ લેવા માટે એકમાત્ર શરત એ છે કે આપની પાસે મોબાઇલ નંબર હોવો જોઇએ.

નાણાના વ્યવહારોમાં સૌથી નવીનતમ કહી શકાય તેવી વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જાણવા માટે આગળ ક્લિક કરો...

1. કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શન શું છે?

1. કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શન શું છે?


કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શન પૈસા મોકલનારને આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાંથી ભારતમાં કોઇને પણ વેલિડ મોબાઇલ નંબર મારફતે રોકડ મોકલી આપવાની સુવિધા આપે છે. નાણા મેળવનાર વ્યક્તિ આઇસીઆઇસીઆઇ બેંકના નિશ્ચિત કરેલા ATMમાંથી ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો યુઝ કર્યા વિના નાણા મેળવી શકે છે.

2. કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ સુવિધાનો લાભ કોને મળી શકે?

2. કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ સુવિધાનો લાભ કોને મળી શકે?


આ સુવિધા પ્રારંભિક ધોરણે આઇસીઆઇસીઆઇ બેંકના બચત ખાતાના ગ્રાહકો માટે (પૈસા મોકલનાર તરીકે) શરૂ કરવામાં આવી છે. આ માટે તેમણે બેંકના મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ સુવિધામાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઇએ. નાણા મેળવનાર કોઇ અન્ય બેંકના ગ્રાહક હોય અથવા કોઇ પણ બેંકમાં ખાતુ ધરાવતા ના હોય તો પણ ચાલશે.

3. કેવી રીતે અલગ છે આ સેવા?

3. કેવી રીતે અલગ છે આ સેવા?


વર્તમાન સમયમાં નાણા ત્યારે જ ટ્રાન્સફર કરી શકાય છે જ્યારે સામે વાળી વ્યક્તિનું બેંકમાં ખાતુ હોય. આ સેવાની મદદથી હવે નાણા મેળવનારી વ્યક્તિ બેંકમાં ખાતુ ધરાવતી ના હોય તો પણ નાણા તેને બેંક મારફતે પહોંચાડી શકાશે. આ માટે નાણા મેળવનારી વ્યક્તિ નિર્ધારિત ICICI બેંકના ATMમાંથી ડેબિટ કે ક્રેડિટ કાર્ડ વિના નાણા મેળવી શકશે.

4. આ સેવાનો ઉપયોગ કરવા શેની જરૂર પડે છે?

4. આ સેવાનો ઉપયોગ કરવા શેની જરૂર પડે છે?


કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શન દ્વારા નાણા ઉપાડવા માટે પૈસા મોકલનારે ICICI બેંકના ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ સેવા માટે રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઇએ. આમ ના હોય તો નજીકની ICICI બેંકમાં જઇને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

5. કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા શું છે?

5. કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા શું છે?


  • ICICI બેંકના આપના ઇન્ટરનેટ બેંકિંગના યુઝરનેમ અને પાસવર્ડ સાથે લોગ ઇન કરો.
  • લાભાર્થીનું નામ અને વિગતો નોંધો.
  • મેનેજ પેયી સેક્શનમાં જઇને કાર્ડલેસ કેશ વિડ્રોએલ પેયીમાં એડ કરો.
  • આપના રજિસ્ટ્રર્ડ મોબાઇલ નંબર પર આવેલા યુનિક રજિસ્ટ્રેશન નંબર દ્વારા લાભાર્થીને કન્ફર્મ કરો.
  • 6. કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરશો?

    6. કાર્ડ લેસ કેશ વિડ્રોઅલ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરશો?


    • ટ્રાન્સફરમાં જઇને કાર્ડલેસ કેશ વિડ્રોઅલનો વિકલ્પ પસંદ કરો.
    • પેમેન્ટ કરવા માટે આપનું એકાઉન્ટ સિલેક્ટ કરી કોને નાણા મોકલવા છે તેની પસંદગી કરો.
    • ટ્રાન્ઝેક્શનની રકમ પૂરો
    • ડેબિટ કાર્ડ ગ્રિડનો ઉપયોગ કરી ટ્રાન્ઝેક્શનને સત્તાવાર બનાવો.
    • આપના પસંદ કરેલા એકાઉન્ટમાંથી નાણા કપાશે.
    • 7. ICICI બેંકનો SMS મળશે

      7. ICICI બેંકનો SMS મળશે


      • આપને આપના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 આંકડાનો યુનિક કોડ મળશે.
        • આ 4 આંકડાનો યુનિક કોડ નાણા મેળવનાર સાથે શેર કરો.
        • લાભાર્થીને પણ ICICI બેંક તરફથી 6 આંકડાનો યુનિક કોડ મળશે.
        8. ICICI બેંકના ATMમાંથી લાભાર્થી કેવી રીતે પૈસા મેળવી શકે?

        8. ICICI બેંકના ATMમાંથી લાભાર્થી કેવી રીતે પૈસા મેળવી શકે?


        • ICICI બેંકના જે ATMમાં આ સેવા શરૂ કરવામાં આવી હોય તેવા કોઇ પણ ATMમાં લાભાર્થી જઇ શકે છે.
        • ATMમાં લાભાર્થીનો મોબાઇલ નંબર પૂછશે.
        • લાભાર્થીએ 4 અને 6 ડિજિટવાળા બંને યુનિક નંબર એન્ટર કરવાના રહેશે.
        • નંબર એન્ટર કર્યા બાદ રકમ મેળવી શકાશે.
        • મોકલવામાં આવેલી રકમ લાભાર્થીએ એક જ ટ્રાન્ઝેક્શનમાં ઉપાડી લેવી જરૂરી છે.
        • લાભાર્થી દ્વારા સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી પૂરી પાડવામાં ચૂક થઇ તો સેન્ડર માટે તે ટ્રાન્ઝેક્શન બ્લોક થઇ જશે અને નાણા મોકલનારના ખાતામાં સમગ્ર રકમ જમા થઇ જશે.

English summary
How to use ICICI Bank card less cash withdrawal, instant cash transfer services?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X