નરેન્દ્ર મોદી સરકારની 'ડિજિટલ લોકર' યોજના કેવી રીતે નાગરિકોને મદદરૂપ થશે?
કલ્પના કરો કે આપ કોઇ સરકારી અથવા ખાનગી ક્ષેત્રની જોબ પોઝિશન માટે અરજી કરવા જઇ રહ્યા છે. આ અરજી કરવા માટે આપે કોઇ પેપરવર્ક કરવાનું નથી. આ જોબ માટે આપે સંખ્યાબંધ દસ્તાવેજોની નકલો મોકલવાની નથી. જોબ માટે અરજી કરતા સમયે આપે માત્ર એક ઓનલાઇન લિંક મોકલવાની રહેશે. આમ થાય તો મોટી ઝંઝટમાંથી મુક્તિ મળે. અહીં આપણે માત્ર કલ્પના કરી છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર આ ડ્રીમ સ્કીમને વાસ્તવમાં અમલી બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
કેન્દ્ર સરકાર એવા 'ડિજિટલ લોકર'ના વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કામ કરી રહી છે જેમાં ભારતના નાગરિકોને આપવામાં આવતા દરેક પ્રકાસના સર્ટિફિકેટ્સ અને દસ્તાવેજોને એક જગ્યાએ સંગ્રહ કરી શકાય. આ કારણે જ્યારે પણ આપે નોકરી માટે અરજી કરવી હશે ત્યારે સરકારી ક્લાઉડ પર આપે મોકલેલી લિંક ખોલીને એજન્સી તમામ દસ્તાવેજોની ચકાસણી કરી લેશે. આ કારણે એજન્સીને પણ ઘણા બધા ઉમેદવારોના દસ્તાવેજોની નકલો, તેની ખરાઇ અને એફિડેવિટ રાખવાનો પ્રશ્ન ઉભો થશે નહીં.
આ અંગેની માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સચિવ રામ સેવક શર્માએ આપી છે. તેમણે જણાવ્યું છે કે 'ડિજિટલ લોકર' પ્રોજેક્ટની રૂપરેખા અંગે તાજેતરમાં ચર્ચા કરવામાં આવી હતી.
ડિજિટલ લોકર કેવી સુવિધા પ્રદાન કરશે તે જાણવા આગળ ક્લિક કરો...

1
ડિજિટલ લોકર દરેક નાગરિકના તમામ પ્રકારના દસ્તાવેજોને ઓનલાઇન ક્લાઉડ ટેકનોલોજીની મદદથી એક જગ્યાએ સંગ્રહ કરશે.

2
ક્લાઉડ પર મૂકવામાં આવેલા તમામ દસ્તાવેજોની જાળવણીનું કામ સરકાર કરશે.

3
આ પ્રોજેક્ટની મદદથી ફાઇલો કે દસ્તાવેજો ગુમ થઇ જવા જેવી સમસ્યાઓના નિરાકરણ ઉપરાંત દસ્તાવેજોને ભૌતિક સ્વરૂપમાં સંગ્રહવાનો અને તેની જાળવણીનો ખર્ચો પણ બચાવશે.

4
આ પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરવા માટે સરકાર MyGov પર લોકોના વિચાર, મંતવ્યો અને સૂચનો મંગાવશે.

5
આ પ્રોજેક્ટમાં ગુપ્તતાની જાળવણી અને હેકિંગ જેવી ઓનલાઇન સમસ્યાઓ મુખ્ય પડકાર હશે.