ICRA: અર્થતંત્રમાં ભારે હડકંપ મચી શકે, જીડીપીમાં 5 ટકાની ગિરાવટનું અનુમાન
નવી દિલ્હીઃ ઘરેલૂ રેટિંગ એજન્સી ઈકરાએ દેશના જીડીપીમાં 5 ટકાની ગિરાવટનું અનુમાન જતાવ્યું છે. ઈકરાનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા દબાણમાં રહેશે. ઈકરાનું કહેવું છે કે જીડીપીમાં આ ગિરાવટ પણ ભારે ભરખમ આર્થિક પેકેજ બાદ પણ જોવા મળશે. ઈકરાનું કહેવું છે કે આના બે મુખ્ય કારણ છે, પહેલું છે લૉકડાઉન અને બીજું તે બાદ લેબરની કમી. અગાઉ પણ ઈકરાએ ભારતીય અર્થવ્યવસ્થામાં 1થી 2 ટકા સુધી ઘટવાનું અનુમાન જતાવ્યું હતું.

પહેલું ક્વાર્ટર સૌથી ખરાબ રહેશે
ઈકરાના પ્રમુખ અર્થશાસ્ત્રી આદિતિ નાયરે એક રિપોર્ટમાં કહ્યું કે અમારું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં વધુ ઘટાડો નહિ નોંધાય. આના માટે લૉકડાઉન વધારવું, સપ્લાઈ ચેન ઓપરેશનમાં વિલંબની આશંકા અને પોતાના ઘરે પરત ફરી રહેલા મજૂરોને જવાબદાર ગણાવ્યા છે.

ચોથા ક્વાર્ટરમાં 5.5 ટકા ગિરાવટનું અનુમાન
ઈકરાએ 7 ફ્રિલે નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ક્વાર્ટરમાં 4.5 ટકાની ગિરાવટનું અનુમાન જતાવવામા આવ્યું હતું. એજન્સીએ ધીરે ધીરે રિકવરીને કારણે નાણાકીય વર્ષ 2021માં જીડીપી ગ્રોથ 2 ટકા રહેવાનું અનુમાન જતાવ્યું હતું. જો કે હવે ઈકરાએ કોરોના મહામારીને પગલે પોતાના પહેલાના અનુમાનમાં તેજીથી કટૌતી કરી છે.

કયા સેક્ટર્સ પર સૌથી ખરાબ અસર
કોરોનાથી નિપટવા માટે કેન્દ્ર સરકારે 21 લાખ કરોડ રૂપિાયના આત્મનિર્ભર ભારત પ્રોત્સાહન પેકેજનું એલાન કર્યું છે. જેમાં ગરીબ મજૂરોને રોકડ કેશ અને અનાજ, એમએસએમઈને 3 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરેન્ટી, એનબીએફસી-એમએફઆઈને ક્રેડિટ ગેરેન્ટી, મનરેગા મજૂરો માટે એડિશનલ વિતરણ સહિત ખેડૂતો માટે કેટલાય ઉપાયો કરવામાં આવ્યા છે.