નોટ બદલવાની ના પાડી, તો બેંક પર લાગશે 10,000નો દંડ

Posted By:
Subscribe to Oneindia News

ફાટેલી જૂની નોટો બદલવાની મુશ્કેલીમાંથી તમામ લોકો ક્યારેક ને ક્યારેક પસાર થાય છે. ધણીવાર નોટ પર કંઇક લખ્યું હોય તો અનેક લોકો ઇન્ટરનેટ પર ફેલાતી ખોટી ખબરો હેઠળ માની લે છે આ નોટ હવે નહીં ચાલે. ત્યારે ધણીવાર લોકો જૂની નોટ બદલાવવા જવાનું ટાળે છે તેમ વિચારીને કે કદાચ બેંક વાળા આવી નોટ નહીં સ્વીકારે તો. આવા તમામ લોકો માટે આરબીઆઇ એ એક સારા સમાચાર લાવ્યા છે. હવે જો તમારી પાસે કોઇ ફાટેલી, તૂટેલી કે લખાણ લખેલી જૂની નોટો હોય તો તમે તેને બેંકમાં જઇને નિયમ મુજબ સરળતાથી બદલાવી શકો છો.

currency

અને જો આ કરવા અંગે કોઇ બેંક ના પાડે છે તો આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ મુજબ જે તે બેંકને 10,000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. જો કે વધુમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઇ વ્યક્તિ 20થી વધુ ફાટેલી નોટો બદલાવે છે કે પછી આવી નોટોની કિંમત પ્રતિ દિવસના હિસાબે 5000 રૂપિયાથી વધુ હશે તો તેની પર સર્વિસ ચાર્જ લગાવવામાં આવશે. સાથે જ બેંકો દ્વારા નોટ પર કોઇ પણ પ્રકારના લખાણ ન લખવાની અને તેની પર સ્ટેપલર કે કોઇ અન્ય વસ્તુ ના ચોંટાડવાની પણ અપીલ કરવામાં આવી છે. જો કે આવી કોઇ નોટ તમારી પાસે ભૂલથી આવી ગઇ હોય તો તમે તેને બદલાવી શકો છો.

English summary
If any banks refuse to exchange soiled notes, they can be fined Rs 10,000.
Please Wait while comments are loading...