India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ત્રણ ભૂલ કરશો, તો LIC નહીં આપે ક્લેમ, પહેલા સુધારો

|
Google Oneindia Gujarati News

જો તમે વીમો લીધો છે અને વિચારી રહ્યા છો કે પરિવારને જરૂર પડશે ત્યારે કામ લાગશે તો એકવાર ફરી તમારી પોલિસી ચેક કરી લો. કારણ કે LIC સહિતની તમામ વીમા કંપનીઓ મામૂલી લાગતી ત્રણ ભૂલોના આધારે જ વીમાનો દાવો ફગાવી દેતી હોય છે. ત્યારે સ્થિતિ એવી બને છે કે પરિવારને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે જ તેમને મુશ્કેલીઓ આવે છે. જરૂરી છે કે ઈન્સ્યોરન્સ લેતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખો. પ્રીમિયમ બચાવવા માટે હંમેશા એજન્ટો ખોટી સલાહ આપે છે, જે પાછળથી ભારે પડે છે. તેનાથી બચવા માટે તમારે જાતે જ વીમાનું ફોર્મ ભરવું જોઈએ અને જો એજન્ટ ફોર્મ ભરે તો ધ્યાનથી વાંચો.

આ પણ વાંચો: આ સેક્ટર્સમાં સૌથી વધારે બ્લેક મની છે, મોદી સરકારે જણાવ્યું

વીમો લીધા બાદ પણ સુધારી શકો છો ભૂલ

વીમો લીધા બાદ પણ સુધારી શકો છો ભૂલ

વીમો લેતા સમયે ઈન્સ્યોરન્સ કંપનીઓ ઘણી માહિતી માગે છે. કેટલીકવાર લાગે છે કે આ માહિતી બિનજરૂરી છે. પરંતુ આવું માનીને ન ચાલો. હંમેશા વીમો લીધા બાદ જ્યારે ક્લેમ કરવાની જરૂર પડે છે, ત્યારે જ માહિતી કામ બગાડે છે. ત્યારે જરૂરી છે કે વીમા કંપની તમને પોલિસી મોકલે તેને ધ્યાનથી વાંચી લો. જો બધુ બરાબર હોય તો ઠીક છે. પરંતુ જો તમને એવું લાગે કે તેમાં કોઈ માહિતી ખોટી નથી તો તમે તેને સુધારી શકો છો. હકીકતમાં પોલિસી મળવાના 15 દિવસ બાદ ફ્રી લુક પીરિયડ વીમા કંપનીઓ આપે છે. આ દરમિયાન તમે ઈચ્છો તો વીમો પાછો પણ આપી શકો છો. અને માહિતી સુધરાવી પણ શકો છો.

ચાલો જાણીએ કઈ ત્રણ ભૂલ પાછળથી ભારે પડે છે...

પોતાની અને વ્યવસાયની સાચી માહિતી

પોતાની અને વ્યવસાયની સાચી માહિતી

વીમા કંપનીઓ વીમો કરાવતા સમયે લોકો તેમને પોતાના વિશેની અને નોકરી કે ધંધા વિશેની તમામ સાચી માહિતી આપે તેમ ઈચ્છતી હોય છે. આ ઉપરાંત મતારી આવક અંગે પણ સાચી માહિતી આપવી જોઈે. કેટલીકવાર લોકો પોતાની આવક વધારે બતાવીને વીમો મોટો લે છે, પરંતુ પાછળથી જો ક્લેમ કરવાની સ્થિતિ આવે તો ફસાઈ જવાય છે .કંપનીઓ આવા માટા વીમાના દાવ પર વીમો લેનાર તરફથી અપાયેલી તમામ માહિતીની બારીકાઈથી તપાસ કરે છે અને ભાદમાં ક્લેમ પર નિર્ણય લે છે.

પોતાના આરોગ્ય અંગે સાચી માહિતી આપો

પોતાના આરોગ્ય અંગે સાચી માહિતી આપો

વીમા કંપનીઓ વીમો લેનાર પાસેથી ઈચ્છે છે કે તે પોતાના આરોગ્ય અંગેની સાચી માહિતી આપે. જો તમને કોઈ બીમારી હોય તો વીમા ફોર્મમાં નોંધાવો. સામાન્ય રીતે વીમો લેનાર વ્યક્તિને લાગે છે કે આ માહિતી નાની વાત છે, પરંતુ જો આ માહિતી સાચી નહીં આપો તો બાદમાં ભારે પડી શકે છે. એટલે આ વાતો છુપાવવાની બદલે વીમા કંપનીને જણાવો જેથી ક્લેમ લેતા સમયે કોઈ મુશ્કેલી ન સર્જાય.

પરિવારના લોકોના આરોગ્ય અંગે સાચી માહિતી આપો.

પરિવારના લોકોના આરોગ્ય અંગે સાચી માહિતી આપો.

વીમો લેત સમયે પરિવારના લોકોના આરોગ્ય અંગેની તમામ માહિતી સાચી આપવી જોઈએ. જો કોઈને બીમારી હોય તો જણાવી દેવું જોઈએ. કંપનીઓ બીમારી જણાવ્યા બાદ પણ વીમો આપવા અંગે ના ન પાડી શકે. પરંતુ જો તેમને બીમારીનો અંદાજ હોય તો તે રિસ્કનો અંદાજ લગાવી શકે છે અને એ પ્રમાણે પ્રીમિયમ નક્કી કરે છે. માટે આ માહિતી સાચી આપવી જોઈે. વીમા કંપનીઓ આ માહિતી દ્વારા એવું જાણવા ઈચ્છે છે કે પરિવારમાં કોઈને એવી બીમારી તો નથીને જે પાછળથી તમને થઈ શકે. આના પરથી વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે છે. જો જાણકારી છુપાવશો તો પ્રીમિયમ ઓછું આવશે, પરંતુ જરૂ પડ્યે ક્લેમ પણ ફસાઈ શકે છે.

વીમો રિજેક્ટ થવાના આંકડા

વીમો રિજેક્ટ થવાના આંકડા

વીમા કંપનીઓની નિયામક સંસ્થા ઈરડા દર વર્ષે દાવા રિજેક્ટ થવાનું વિવરણ જાહેર કરે છે. જે પ્રમાણે પાછલા નાણાકીય વર્ષમાં LICએ 0.58 ટકા વીમાના દાવા રિજેક્ટ કર્યા હતા. આ ઉપરાંત ખાનગી કંપનીઓએ 0.97 ટકા દાવા ફગાવી દીધા હતા. દર વર્ષે વીમા કંપનીઓ પાસે લાખોની સંખ્યામાં દાવા આવે છે. આંકડા પર નજર નાખીએ તો અંદાજ આવી શકે છે કે દર વર્ષે હજારો દાવા રિજેક્ટ થાય છે, ત્યારે નાની ભૂલ ભારે પડી શકે છે.

English summary
If you make these three mistakes, LIC will not clear your payment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X