For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 ટકા વ્યાજદર સાથે આઇએફસીઆઇ એનસીડી સુપર સોદો

|
Google Oneindia Gujarati News

સરકારની માલિકીની નાણા સંસ્થા IFCI 9.8થી 10 ટકાના વ્યાજદર વચ્ચે NCDs આપે છે. જે તેને આકર્ષક પ્રમાણ બનાવી રહ્યું છે. ફિક્સ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી વળતર મેળવવાના વિકલ્પો શોધનારાઓ માટે આ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે એમ છે.

NCDs આજ (20 ઓક્ટોબર)થી ખુલી રહ્યા છે. આ NCDs 21 નવેમ્બર, 2014ના રોજ બંધ થશે. સ્થાનિક રેટિંગ કંપનીઓ ICRA અને બ્રિકવર્ક દ્વારા તેને A અને AA- રેટિંગ આપવામાં આવ્યું છે.

interest-1

વ્યાજના દર
1. ક્યુમુલેટિવ ઓપ્શન
ક્યુમુલેટિવ ઓપ્શનમાં NCDs 9.90 ટકાનો વ્યાજદર ઓફર કરે છે. આ વ્યાજ દર પાંચ વર્ષ માટે છે. જ્યારે 7થી 10 વર્ષના ગાળા માટે 10 ટકા વ્યાજ છે.

2. માસિક વિકલ્પ
પાંચ વર્ષના ગાળા માટે માસિક વિકલ્પમાં 9.5 ટકા વ્યાજ છે.

3. વાર્ષિક વિકલ્પ
ક્યુમુલેટિવ ઓપ્શનમાં NCDs 9.90 ટકાનો વ્યાજદર ઓફર કરે છે. આ વ્યાજ દર પાંચ વર્ષ માટે છે. જ્યારે 7થી 10 વર્ષના ગાળા માટે 10 ટકા વ્યાજ છે.

આ ઓફરમાં શા માટે સામેલ થવું જોઇએ?
1. વ્યાજદરો આકર્ષક છે
બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં વર્તમાન સમયમાં આટલો ઊંચો વ્યાજદર ચૂકવાતો નથી. બેંકોમાં મહત્તમ 9.25 ટકા વ્યાજ દર મળે છે. આ કારણે એનસીડી વધારે આકર્ષક છે.

2. સરકારી માલિકી
IFCIએ સરકારી માલિકીની કંપની છે. આ કારણે હાઇએસ્ટ રેટિંગ્સ નહીં હોવા છતાં તેના NCDs વધારે સુરક્ષિત છે.

3. ઉંચા વ્યાજ દરે નાણા લોક ઇન કરી શકાય
IFCIના NCDs ઉંચા વ્યાજ દરે નાણા લોક ઇન કરવાની તક આપે છે. આ રોકાણ લાંબા ગાળાનું હોવાને કારણે અર્થતંત્રમાં આવતા બદલાવને પગલે ઘટતા વ્યાજદરની અસર થવાની સંભાવના રહેતી નથી.

4. તરલતા
NCDs એ એનએસસી અને બીએસસી બંનેમાં લિસ્ટેડ થવાની હોવાથી તેમાં સારી લિક્વિડિટી રહેશે.

તારણ :
ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની બાબતમાં એનએસડીમાં સૌથી ઊંચા વ્યાજદર, સુરક્ષા અને નાણાની પ્રવાહિતા મળે છે. આ કારણે તે નાણા રોકવાનું સારું સાધન બને છે. રિટાયર્ડ માટે પણ આ સારો વિકલ્પ છે.

English summary
IFCI NCDs: A super bargain with interest rates at 10%.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X