• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઈન્કમ ટેક્સ રિટર્ન માટે જરૂરી ફોર્મ 1 'સહજ' વિષે મહત્વની જાણકારી

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. ઈન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટેના ફોર્મ ITR-1, ITR-2, ITR-3, ITR-4, ITR-5, ITR-6 અને ITR-7 તરીકે ઓળખાય છે. ITR-1 કે જે સહજના નામે પણ ઓળખાય છે. આ ફોર્મનો ઉપયોગ તે વ્યકિત કરી શકે છે, કે જે ભારતનો નાગરિક છે અને તેની આવક 50 લાખ રૂપિયા સુધીની છે અને જેની 5000 સુધીની આવક વેતનથી, ઘરની સંપતિથી, કૃષિ કે અન્ય સ્ત્રોતો(વ્યાજ વગેરે)થી આવતી હોય તેને પણ ઈન્કમ ટેક્સ ભરતી વખતે દર્શાવવાની હોય છે.

કુલ ટર્નઓવરની જાણકારી

કુલ ટર્નઓવરની જાણકારી

વ્યકિતગત કરદાતાઓએ પોતાની વેતન સંરચના અને મિલકતમાંથી થનારી આવકની વિગતવાર માહિતી આપવી જરૂરી છે. જ્યારે નાના વેપારીઓએ જીએસટી હેઠળ તેમના સામાન અને સર્વિસ ટેક્સ આઈડેંટિફિકેશન નંબર (GSTIN)હેઠળ થનારા ટર્નઓવરની જાણકારી આપવી જરૂરી છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આ દસ્તાવેજોની પડશે જરૂરઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આ દસ્તાવેજોની પડશે જરૂર

વેતન ઉપરાંતની આવકની વિગતો

વેતન ઉપરાંતની આવકની વિગતો

નવા આઈટીઆર ફોર્મમાં કરદાતાને વેતન ઉપરાંતની આવકની વિગતો આપવી પડશે, જેની છૂટ નથી. જેમકે, બીજી જગ્યાએથી થતી આવક, વધારાની સુવિધાઓનું મૂલ્ય અને સેક્શન 16 હેઠળ મળનાર કપાત વિશે પણ જણાવાનું રહેશે.

શું છે 'સહજ' ફોર્મ?

શું છે 'સહજ' ફોર્મ?

આ તમામ વાતોની જાણકારી ફોર્મ 16માં આપેલી જ હોય છે. અહીં તમને આઈટીઆરના સહજ ફોર્મ વિશે જાણકારી આપીશું.

-સહજ કે ITR-1 એક બેઝિક ફોર્મ છે, જેને પગારદારે ભરવાનું હોય છે.

-સીબીડીટી (CBDT)એ કહ્યુ છે કે ITR-1 એ વ્યકિત ફાઈલ કરે છે કે જે સામાન્ય રીતે ભારતનો નાગરીક છે અને તેની 50 લાખની આવક છે અને તે પગારદાર છે, જે મિલકત દ્વારા આવક કરી રહ્યા છે અને જે વ્યાજથી પૈસા કમાઈ રહ્યા છે.

-ITR-2માં વ્યકિતઓ અને HUFs (હિંદુ અવિભાજીત કુટુંબો) માટે વ્યવસાય ઉપરાંત બીજી અન્ય જગ્યાએથી થનારી આવક સમાવિષ્ટ છે.

-વ્યકિતઓ અને હિંદુ અવિભાજીત કુટુંબો જેમની પાસે કોઈ ઉદ્યોગ કે વ્યવસાયથી થનારી આવક છે તો તેમણે આવક માટે ITR-3 કે ITR-4 હેઠળ, જેની પાસે ઉદ્યોગ કે વ્યવસાયથી થનારી આવક છે તેમણે પોતાના જીએસટી((GST)નોંધણી નંબર અને તે હેઠળ થનારુ ટર્ન ઓવર બતાવવું પડે.

-એનઆરઆઈને આ ફોર્મમાં થોડી રાહત આપવામાં આવેલ છે. હવે એનઆરઆઈ ક્રેડિટ કાર્ડ કે રિફન્ડ માટે પોતાના વિદેશી બેંક ખાતાનું વિવરણ આપી શકે છે. આ પહેલા માત્ર ભારતમાં હયાત તેમના બેંક ખાતાઓની વિગત આપી શકતા હતા.

-જો કે નોંધવું જોઈએ કે, નવા નાણાકીય વર્ષથી એનઆરઆઈએ ITR-2 ભરવું પડશે, જેમાં સહજ(Sahaj)ની તુલનામાં વધુ વિસ્તૃત જાણકારી આપવાની રહેશે. સહજ હવેથી માત્ર ભારતીય નાગરીકો સુધી સિમિત છે.

-સીબીડીટીએ માહિતી આપી છે કે, પાછલા વર્ષો દરમિયાન કોઈપણ સમયે 80 વર્ષ અથવા તેનાથી વધુ વ્યકિતગત કરદાતાઓ અથવા એક વ્યકિત અથવા એચયુએફ જેની આવક 5 લાખથી વધુ નથી અને જેણે કોઈ રિફંડનો દાવો કર્યો નથી, તે ITR-1 કે ITR--4નો ઉપયોગ કરી આઈટીઆર ફાઈલ કરી શકે છે.

-નોટબંધી બાદ પ્રકિયાત્મક ફેરફારો દરમિયાન જમા કરેલ રોકડનો ખુલાસો જરૂરી કરી દેવામાં આવ્યો છે. આઈ સિવાય સરકારની અંદાજીત કર આકરણી યોજના હેઠળ ચૂકવણી કરનારા લોકોએ તેમના જીએસટીઆઈએન અને જીએસટી હેઠળ નોંધાયેલ ટર્નઓવરની વિગતો આપવું પડશે. જેથી સરકાર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થનારી કર ચોરીને રોકી શકે.

-જે ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિકો અંદાજીત આવકનો દાવો કરે છે. તેમણ ITR-4 ફાઈલ કરતી વખતે GSTIN દાખલ કરવો. તેમણે જીએસટી રિટર્ન અનુસાર કુલ આવકની જાણ કરવી પડશે.

-કંપનીના ભાગીદારોએ હવે ITR-2 ને બદલે ITR-3 ફાઈલ કરવાની રહેશે.

-આઈટીઆર ફાઈલ કરવાના કેટલાક ફાયદા એ છે. જેમકે, તેનાથી બેંક લોન લેતી વખતે મદદ મળે છે અને લોન પ્રકિયા સરળ બને છે. આઈટીઆર રસીદોનો એડ્રેસ પ્રુફ તરીકે ઉપયોગ કરી શકાય છે. ITR ફાઈલ કરવાથી ટેક્સ વિભાગ દ્વારા થનારા દંડથી પણ બચી શકાય છે.

ક્રેડિટ કાર્ડના કિસ્સામાં

ક્રેડિટ કાર્ડના કિસ્સામાં

ક્રેડિટ કાર્ડ માટેની અરજી કરવાના કિસ્સામાં આઈટીઆર દસ્તાવેજ પ્રકિયાને સરળ બનાવે છે. સાથે જ તે વીઝાની અરજી પ્રકિયામાં પણ મદદ કરે છે.

English summary
Important information about Form 1 'Sahaj' required for Income Tax Return
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X