• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જમીનમાં રોકાણ કરતા પહેલા આ મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી

|
Google Oneindia Gujarati News

આજકાલ લોકોને જમીનમાં રોકાણ કરવાનો શોખ વધી રહ્યો છે. જમીનમાં રોકાણ કરીને લાંબા સમય માટે સંપત્તિ બનાવવી એ સારો વિચાર છે. એટલું જ નહીં આજકાલ લોકો જમીનમાં રોકાણ કરીને પોતાના બાળકો માટે સંપત્તિ બનાવવાનો વિકલ્પ અપનાવી રહ્યા છે. આ વાત સાચી પણ છે. તો કેટલાક લોકો જમીન ખરીદવાને એટલા માટે યોગ્ય માને છે કે જેથી ભવિષ્યમાં બાળકોના લગ્ન કે અભ્યાસ દરમિયાન મદદ મળી શકે છે. કારણ કે જમીનમાં કરેલું રોકાણ લાઈફ લોંગ સેવિંગ હોય છે. સાથે જ એક એવી મૂડી હોય છે, જેનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.

એટલું જ નહીં કેટલાક વ્યક્તિઓ જેમ કે NRI કે સિનિયર સિટીઝન જેમને પ્લેટ ખરીદવામાં કે પછી ભાડૂતોને સંભાળવામાં મુશ્કેલી આવતી હોય તેઓ પ્લોટ ખરીદવાનું પસંદ કરે છે. જો કે તેના પોતાના ફાયદા અને નુક્સાન છે. એ વાત સાચી છે કે જમીનમાં રોકાણ કરવાના પોતાના ફાયદા અને નુક્સાન છે.

આ પણ વાંચો: 15 વર્ષમાં કરોડપતિ બનવાની ફોર્મ્યુલા, આજે જ અપનાવો

પ્રોપર્ટી ખરીદતા પહેલા શું જોશો

પ્રોપર્ટી ખરીદતા પહેલા શું જોશો

- જ્યાં સપત્તિ ખરીદી રહ્યા છો, ત્યાંના નિયમ કાયદા જાણી લો. કેટલાક રાજ્યોના કાયદા અલગ હોય છે. હાઉસિંગ સોસાયટીના પોતાના નિયમ હોય છે.

- સોાયટીના મકાનોમાં તેમના બાઈલોઝની કોપી જરૂર જોવી જોઈએ. એનઓસી મેળવવું જોઈએ.

યોગ્ય પ્લોટ પસંદ કરો

યોગ્ય પ્લોટ પસંદ કરો

પ્લોટ ખરીદતા પહેલા તે એરિયાના વિકાસની શક્યતાઓ અને કાયદાના મુદ્દા પર જરૂર ધ્યાન આપો. જ્યારે તમે કોઈ દૂરના વિસ્તારમાં જમીનમાં રોકાણ કરો છો, તો તમે ભવિષ્ય પર દાવ લગાવી રહ્યા છે. ત્યારે તમારે તે એરિયાના ડેવલપમેન્ટ પ્લાનની માહિતી મેળવવી જોઈએ. લોકલ ડેવલપમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ કે ન્યૂઝપેપર તમને આમાં મદદ કરી શકે છે. એવો વિસ્તાર પસંદ કરો જ્યાં ભવિષ્યમાં મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ સેક્ટર આવવાની આશા હોય.

કાયદાકીય મુદ્દા

કાયદાકીય મુદ્દા

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમે કોઈ ડેવલપર પાસેથી પ્લોટ ખરીદી રહ્યા છો તો તેની પાસે લાઈસન્સ કે રજિસ્ટર ટાઈટલ છે કે નહીં ? તમારે એ પણ જોવું જોઈએ કે જમીન લીઝહોલ્ડ છે કે ફ્રી હોલ્ડ. જો તમે કોઈ અનઅપ્રૂવ્ડ કોલોનીમાં પ્લોટ ખરીદી રહ્યા છો તો પાછલા 30 વર્ષમાં તેની ટાઈટલ હિસ્ટ્રી શું રહી છે, તે જરૂર જોઈ લો.

ફિઝિકલ એસ્પેક્ટ

ફિઝિકલ એસ્પેક્ટ

તમે જે પ્લોટ ખરીદી રહ્યા છો તે મુખ્ય રોડ કે હાઈવેથી કેટલો દૂર છે, તે પણ ધ્યાન આપો. કારણ કે બાયર્સ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખે છે. ખાસ કરીને ઈસ્ટ કે નોર્થ ફેસિંગ પ્લોટ જ ખરીદો .તમારા પ્લોટ સામે ઓછામાં ઓછો 9 મીટર પહોળો રસ્તો હોવો જોઈએ. જો તમારો પ્લોટ કોઈ મોટા ખેતર કે પાર્કની નજીક છે, તો તમને વધુ કિંમત મળી શકે છે.

પ્લોટ ખરીદ્યા બાદ નિયમિત રીતે તેની માપણ થવી જોઈએ અને તમારે તેની બાઉન્ડ્રીની જાણકારી રાખવી જોીએ. તેની ચારે બાજુ દીવાલ બનાવવી જરૂરી છે. કેટલીકવાર ડેવલપમેન્ટ ઓથોરિયી એ શરત રાખે ચે કે તમારે અમુક સમય સુધીમાં પ્લોટ પર કંસ્ટ્રક્શન પુરુ કરી લેવાનું છે. જો તમે એવું નહીં કરો તો હોલ્ડિંગ પીરિયડ ઘટી જશે. જમીન ખરીદવી એ લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ છે. એટલે તમારી પાસે રોકાણ કરવા માટે 5થી 10 વર્ષનો સમય હોવો જરૂરી છે.

આવું હોય તો સમજો કે તમે ઠગાઈ શકો છો

આવું હોય તો સમજો કે તમે ઠગાઈ શકો છો

1. જો વેચનાર વ્યક્તિ પૂરેપૂરી રકમ કેશ માગે
2. સંપત્તિના ઓરિજિનલ દસ્તાવેજ ન હોય. દસ્તાવેજમાં કરેલી સહીમાં ફરક હોય
3. સંપત્તિના દસ્તાવે સાદા કાગળ પર હોય. સોદા દરમિયન વેચનાર હાજર ન હોય
4. સંપત્તિ ગિરવે મૂકાયેલી હોય કે કેસ ચાલતો હોય
5 સંપત્તિના ટેક્સ, વીજળી બિલ, પાણીના બિલની ચૂકવણી બાકી હોય
6. સંપત્તિ પર વેચનાર સિવાય કોઈનો કબજો હોય.

ડોક્યુમેન્ટેશન

ડોક્યુમેન્ટેશન

તમારે જમીન ખરીદતા પહેલા આ દસ્તાવેજોનું ધ્યાન રાખવું

- જો તમે કોઈ ઓથોરિટી પાસેથી જમીન ખરીદી રહ્યા છો, તો તમારે ટાઈટલ અંગે આશ્વસ્ત રહી શકો છો. આ પ્લોટ તમને એલોટમેન્ટ દ્વારા વેચાશે અને તમને માલિક તરીકે રજિસ્ટર્ડ સેલ ડીડ મળશે.

- જો તમે પ્લોટ કોઈ ડેવલપર પાસેથી ખરીદી રહ્યા છો તો કોલોનીના તે વિસ્તાર કે ટાઉન અને કન્ટ્રી પ્લાનિગં ઓફિસમાંથી મંજૂરી મળેલી હોવી જોઈએ. ડેવલપર પાસે કોલોની વિકસિત કરવાનું લાઈસન્સ હોવું જોઈએ

- ડેવલપર પાસે ટાઉનશિપના લે આઉટની મંજૂરી પણ હોવી જોઈએ.

- જમીન ખરીદતા સમયે તમારી પાસે એલોટમેન્ટ લેટર, પઝેશન લેટર અને રજિસ્ટર સેલ ડીડ આ ત્રણ દસ્તાવેજ હોવા જરૂરી છે.

- ડેવલપરથી તમને મળતા ટાઈટલની તપાસ કરો.

English summary
Important points you must know before buying land
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X