For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુબઈની કંપનીનો માલિક બન્યો આ 13 વર્ષનો ભારતીય છોકરો

દુબઈની કંપનીનો માલિક બન્યો આ 13 વર્ષનો ભારતીય છોકરો

|
Google Oneindia Gujarati News

શું તમને યાદ છે કે જ્યારે તમારી ઉંમર 9-10 વર્ષની હતી ત્યારે તમે શું કરતા હતા? ચોક્કસ તમારા ભાઈ-બહેનો સાથે લડાઈ કરતા હશો, માતા-પિતા પાસેથી પોકેટ મની વધારવા માટે જીદઅથવા મિત્રો સાથે રમવા માટે જીદ કરતા હશો. પોતાની કિશોરાવસ્થામાં માત્ર 13 વર્ષનું આ બાળક દુબઈમાં એક સોફ્ટવેર કંપનીનો માલિક બની ચૂક્યો છે. આ હોનહાર બાળકનું નામ આદિત્યન રાજેશ છે. આદિત્યન મૂળ રૂપે કેરળનો રહેવાસી છે. ત્યારે આવો જાણીએ આદિત્યન વિશેની કેટલીક રોચક વાતો.

13 વર્ષનો બાળક બન્યો કંપનીનો માલિક

13 વર્ષનો બાળક બન્યો કંપનીનો માલિક

આજથી 4 વર્ષ પહેલા આદિત્યને 9 વર્ષની ઉંમરમાં પોતાના કંટાળાને દૂર કરવા માટે એક મોબાઈલ એપ્લીકેશન બનાવી હતી. આદિત્યને એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે હું 9 વર્ષનો હતો ત્યારે કંટાળાને દૂર કરવા માટે પહેલીવાર મોબાઈલ એપ બનાવીહતી. ત્યારથી હું લોગો અને વેબસાઈટ ડિઝાઈન કરું છું. જણાવી દઈએ કે આજે આદિત્યનની કંપની વેબસાઈટ ડિઝાઈન કરી રહી છે.

5 વર્ષની ઉંમરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ

5 વર્ષની ઉંમરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ

દુબઈના એક અખબાર ખલી ટાઈમ્સની રિપોર્ટ મુજબ આદિત્યને માત્ર 5 વર્ષની ઉંમરે જ કમ્પ્યુટર્સનો ઉપયોગ કરવો શરૂ કરી દીધો હતો. ધીરે-ધીરે ટેક્નિકલ દુનિયામાં તેની દિલચસ્પી વધવા લાગી અને જોત જોતામાં આદિત્યન ટેક્નોલોજી મેજિશિયન બની ગયો.

કંપનીની શરૂઆત

કંપનીની શરૂઆત

13 વર્ષની ઉંમર સુધી આવતા આવતાં આ બાળકે પોતાની ટ્રિનેટ સોલ્યુશન્સ કંપનીની શરૂઆત કરી. કંપનીમાં ત્રણ કર્મચારી છે જેઓ આદિત્યનની ઉંમરના જ બાળકો છે, જેઓ આદિત્યનની સાથે ભણે છે અને આદિત્યનના મિત્રો છે.

બાળકોની વેબસાઈટથી થયા પ્રભાવિત

બાળકોની વેબસાઈટથી થયા પ્રભાવિત

આદિત્યને કહ્યું કે તેનો જન્મ કેરળના થિરુવિલ્લામાં થયો હતો પરંતુ તે પાંચ વર્ષનો હતો ત્યારે જ તેનો આખો પરિવાર દુબઈમાં શિફ્ટ થઈ ગયો હતો. આદિત્યને જણાવ્યું કે તેના પિતાએ એમને બાળકોને ટાઈપિંગ સીખવાની એક વેબસાઈટ દેખાડી હતી જેનું નામ બીબીસી ટાઈપિંગ હતું.

18 વર્ષની ઉંમરે કાયદાકીય રીતે માલિક બનશે

18 વર્ષની ઉંમરે કાયદાકીય રીતે માલિક બનશે

જો કે 13 વર્ષની ઉંમરમાં આદિત્યને જાદુ તો કરી દેખાડ્યું પરંતુ કાયદાકીય રીતે પોતાની ટ્રિનેટનો માલિક બનવા માટે આદિત્યનની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ એટલે કે પાંચ વર્ષ બાદ આદિત્યન રાજેશ પોતાની કંપની પર માલિકાના હક હાંસલ કરી શકશે અને માલિક તરીકે કામ કરી શકશે. પોતાની કંપની અંગે ડિટેઈલ્સ આપતાં આદિત્યને કહ્યું કે હાલ તેમની કંપની 12થી વધુ કસ્ટમર્સ માટે કામ કરી રહી છે અને તેઓ તેમને પોતાની ડિઝાઈન અને કોડિંગ સર્વિસ ફ્રીમાં ઉપલબ્ધ કરાવી રહી છે.

મફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ આટલું કરવું પડશેમફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ આટલું કરવું પડશે

English summary
In his teens, this 13-year-old child has become the owner of a software development company in Dubai. The name of this promising child is Adityan Rajesh. Adityan is originally from Kerala. Let's tell you some interesting information about Adityan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X