For Quick Alerts
For Daily Alerts
લૉકડાઉનથી થયુ 2.7 લાખ કરોડનુ નુકશાન, માઈનસ 4.5 ટકા પહોંચી જશે દેશની GDP
નવી દિલ્લીઃ રિઝર્વ બેંકે પોતાના આકલન અને સંભાવનાઓમાં કહ્યુ છે કે કોવિડ-19 મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખરાબ રીતે તોડી દીધી છે. ભવિષ્યમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આકાર એ વાત પર નિર્ભર કરશે કે આ મહામારીનો ફેલાવ કેવો રહે છે. આ મહામારી ક્યાં સુધી રહે છે અને ક્યાં સુધી આના ઈલાજની રસી આવે છે. કેન્દ્રીય બેંકનુ આકલન અને સંભાવનાઓ 2019-20ના વાર્ષિક રિપોર્ટનો ભાગ છે.
આરબીઆઈના એક રિપોર્ટ મુજબ લૉકડાઉનથી 2.7 લાખ કરોડનુ નુકશાન થયુ છે. એવામાં આ નુકશાનથી દેશની જીડીપી માઈનસ 4.5 ટકા પહોંચવાનુ અનુમાન છે.
સુશાંતને ઝેર આપવામાં આવ્યુ એ છૂપાવવા માટે પોસ્ટમોર્ટમમાં વિલંબ કર્યોઃ સ્વામી