For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ક્મ ટેક્સમાં છૂટ મેળવવા માટે હવે આ કામ કરવું પડશે

ઈન્ક્મ ટેક્સ વિભાગ તરફથી એક નવી ખબર આવી છે. શિક્ષા સંસ્થાનો, હોસ્પિટલ, પરમાર્થ અને ધાર્મિક સંસ્થાઓને ટેક્સ છૂટ માટે ઓનલાઇન એપ્લિકેશન દાખલ કરવી પડશે

|
Google Oneindia Gujarati News

ઈન્ક્મ ટેક્સ વિભાગ તરફથી એક નવી ખબર આવી છે. શિક્ષા સંસ્થાનો, હોસ્પિટલ, પરમાર્થ અને ધાર્મિક સંસ્થાઓને ટેક્સ છૂટ માટે ઓનલાઇન એપ્લિકેશન દાખલ કરવી પડશે. આ વાતની જાણકારી જાતે ઈન્ક્મ ટેક્સ વિભાગ ઘ્વારા આપવામાં આવી છે. ઈન્ક્મ ટેક્સ વિભાગ ઘ્વારા સંશોધિત નિયમો અને એપ્લિકેશન ફોર્મ પર ધારકો પાસે 12 નવેમ્બર સુધી જવાબ માંગ્યો છે.

Income Tax

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ (સીબીડીટી) એ નિવેદનમાં જણાવ્યું હતું કે, "જેમાં સરકારે ડિજિટલ સિસ્ટમ આગળ ધપાવી છે તે રીતે, આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે કે આ પ્રકારની અરજીઓ મેન્યુઅલ ફોર્મમાં આપવાની પ્રક્રિયાને પુરી રીતે ખતમ કરવામાં આવે.

આ પણ વાંચો: 4 વર્ષમાં આઈટીઆર ફાઈલ કરનારની સંખ્યા 80 ટકા વધી: રિપોર્ટ

આ ઉપરાંત, કંપનીના રજિસ્ટ્રાર સાથેની નોંધણીની સ્વ પ્રમાણિત નકલ પણ આવી એપ્લિકેશન સાથે આપવામાં આવશે. ઉપરાંત, ખાતાની નકલ અને એકાઉન્ટ્સની નકલ પણ પણ આપવી પડશે. આવકવેરા વિભાગે આ નિયમો અને અરજીઓના ફોર્મમાં સુધારો કરવા માટે તમામ લોકોને સૂચનો મેળવવા જણાવ્યું છે.

આ પણ વાંચો: હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો?

છેલ્લા 5 વર્ષોમાં, આવકવેરા ભર્યા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે સરખામણીમાં કરવેરામાં પણ 15.7 ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 4.89 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ આવ્યો છે. આવકવેરા વિભાગે રૂપિયા 1.09 લાખ કરોડની રૂ. 2 કરોડની રિફંડ પણ વહેંચી છે. આવકવેરા વિભાગને 5.8 કરોડના આવકવેરાના વળતર મળ્યા છે. આપને જણાવી દઈએ કે હાલમાં દેશમાં 6.26 કરોડ કરદાતાઓ છે.

English summary
Income Tax Department Proposes Online Filing Of Tax Exemption Application
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X