For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ક્મ ટેક્સ રિટર્નમાં ગરબડી કરી તો મળશે આ સજા

ઈન્ક્મ ટેક્સ વિભાગ તરફથી એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ક્મ ટેક્સ છુપાવવા અથવા બચાવનાર લોકોને ધ્યાન આપવાની જરૂર છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઈન્ક્મ ટેક્સ વિભાગ તરફથી એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ક્મ ટેક્સ છુપાવવા અથવા બચાવનાર લોકોને ધ્યાન આપવાની જરૂર છે. ઈન્ક્મ ટેક્સ વિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ટેક્સ બચાવતો પકડવામાં આવ્યો તો તેની પાસેથી ભારે દંડ વસૂલ કરવામાં આવશે. ઇકોનોમિક્સ ટાઈમ્સ રિપોર્ટ અનુસાર ટેક્સ સાથે જોડાયેલી હેરાફેરી કરવા પર બચાવવામાં આવેલી કુલ રકમ પર 50 થી 200 ટકા દંડ વસૂલ કરવામાં આવશે.

income tax

આઇટી વિભાગ ઘ્વારા આપવામાં આવી આ ચેતવણી ખાસ કરીને નોકરી કરતા વર્ગ માટે છે કારણકે હાલમાં જ બેંગ્લોરમાં એક આવો જ મામલો સામે આવ્યો છે. બેંગ્લોરમાં જે રેકેટનો પર્દાફાશ થયો છે તેઓ ઈન્ક્મ ઓછી લખવા અથવા કાપણી વધારે બતાવતા હતા. આ આખું રેકેટ કર્મચારીઓને ખોટી રીતે ટેક્સ રિફંડ કરવામાં મદદ કરતુ હતું. ઈન્ક્મ ઓછી લખવા અથવા કાપણી વધારે બતાવતા જેવી પદ્ધતિ મોટી મોટી કંપનીમાં કર્મચારીઓ પણ કરી રહ્યા હતા.

ઇકોનોમિક્સ ટાઈમ્સ રિપોર્ટ અનુસાર ઈન્ક્મ ટેક્સ નિયમનું ઉલ્લંગન કરનાર ને સેક્શન 270એ હેઠળ સજા મળી શકે છે. આ સેક્શન નોટબંધી પછી સંશોધન કરીને પહેલા કરતા વધારે મજબૂત બનાવવામાં આવ્યું છે. સેક્શન 270એ અનુસાર જો ઈન્ક્મ ટેક્સ રિટર્નમાં ખોટી જાણકારી આપવામાં આવી હોય તો ટેક્સ આપનારને છુપાવવામાં આવેલી રકમ પર 200 ટકા દંડ લાગી શકે છે.

જો કોઈ અન્ય કારણોને કારણે ઈન્ક્મ ટેક્સ ઓછું બતાવવામાં આવે તો ટેક્સ આપનાર ને છુપાવવામાં આવેલી રકમ પર 50 ટકા દંડ લાગી શકે છે. એટલું જ નહીં પરંતુ કર્મચારીની કંપનીને પણ આ વાતની જાણકારી આપવામાં આવશે કે કંપનીમાં કામ કરનાર વ્યક્તિ ખોટો ઈન્ક્મ ટેક્સ રિટર્ન ભરી રહ્યો છે.

English summary
Income Tax department will penalise on misreporting underreporting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X