For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્કમ ટેક્ષ વિભાગની વેબસાઇટ 6 દિવસ માટે ખૂલશે નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

incometax-logo
નવી દિલ્હી, 3 નવેમ્બર: ઇન્કમ ટેક્ષ વિભાગની વેબસાઇટ આજથી છ દિવસ માટે ખુલશે નહી. incometaxindia.gov.in આજથી છ દિવસ માટે ખુલી શકશે નહી કારણ કે તેમાં હેલ્પ ડેસ્ક અને બીજી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એડવાન્સ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ તેના નિવેદનમાં કહ્યું છે કે કોમ્યુટર નેટવર્કના માધ્યમથી ઇન્કમ ટેક્ષ રિર્ટન વગેરે દાખલ કરવાની હાજર ઇ-ફાઇલિંગ વેબસાઇટને નવી સુવિધાઓ સાથે જોડીને એક નવી વેબસાઇટ તૈયાર કરવામાં આવી રહી છે.

માટે હાલની વેબસાઇટ સેવા 3 નવેમ્બર થી 8 નવેમ્બર 2012 સુધી બંધ રહેશે. વેબસાઇટની સેવા 9 નવેમ્બરથી શરૂ થશે. ઇ-ફાઇલિંગને લઇને મળેલા અભૂતપૂર્વ સમર્થન અને ઇ-ફાઇલિંગમાં થયેલા વધારાને જોતાં ઇ-સેવાઓને આવનાર પેઢી સુધી પહોંચવા માટે એક નવી વેબસાઇટ બનાવવાનો વિચાર છે.

સીબીડીટીએ કહ્યું હતું કે નવી વેબસાઇટને વધુ સારી બનાવવા માટે જૂની વેબસાઇટના આંકડાને નવી વેબસાઇટમાં નાખવાનું કામ ચાલુ છે માટે સાઇટ છ દિવસ માટે બંધ રહેશે.

કંપનીઓ અને બીજા એકમો સિવાય વર્ષે 10 લાખ રૂપિયાથી વધુ આવક મેળવનાર વ્યક્તિઓ માટે રિર્ટનની ઇ-ફાઇલિંગ જરૂરી છે. નવી ઇ-ફાઇલિંગ સેવામાં રિર્ટન ભરવા માટે કેટલીક રીતો ઉપલબ્ધ હશે. કોલ સેન્ટર અને ઇ-મેલના માધ્યમથી મદદ પુરી પાડવામાં આવશે અને કેટલીક નવી સુવિધા પણ મળશે. વર્ષ 2011-12માં ઇન્કમ ટેક્ષ વિભાગને 1.64 કરોડ રિર્ટન ઇ-ફાઇલના માધ્યમથી મળી હતી. જેમાં 81 ટકાનો વધારો થયો છે. 31 માર્ચ 2012ના 1.9 કરોડ કરદાતા ઇ-ફાઇલિંગ કર ચુકવ્યા હતા.

English summary
I-T Department's website incometaxindiafiling.Gov.In is not accessible for six days from Thursday as the portal is being upgraded to provide more facilities like help desk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X