ઈન્કમ ટેક્સઃ કામનો ભાર વધ્યો તો નોકરી છોડી રહ્યા છે અધિકારીઓ
કામના વધુ ભાર અને ટેક્સ કલેક્શનના ઉંચા ટાર્ગેટને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 2 ડઝન આવકવેરા અધિકારીઓ નોકરી છોડી ચૂક્યા છે. આવક વેરા વિભાગના ગેઝેટેડ ઓફિસર એસોસિયેશનના ઉપાધ્યક્ષ ભાસ્કર ભટ્ટાચાર્યએ IANSને જણાવ્યું,'અમારા વિભાગની સ્થિતિ ખરાબ છે. અહીં કામનું ભારણ ખૂબ જ છે. આ નાણાકીય વર્ષમાં 22થી 23 અધિકારીઓ નોકરી છોડી ચૂક્યા છે.'

કામનું ભારણ વધ્યું
ભટ્ટાચાર્યએ કહ્યુંકે પાછલા કેટલાક વર્ષમાં કામનું દબાણ વધ્યું છે. ITGOAમાં દેશભરમાં 9,500થી વધુ સરકારી અધિકારીઓ સામેલ છે. આવકવેરા વિભાગે અત્યાર સુધઈમાં 5 લાખ કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ટેક્સ જ વસુલ્યો છે, 2020માં નાણાકીય વર્ષમાં 13.35 લાખ કરોડ રૂપિયાના મૂળ ટાર્ગેટના અડધા કરતા પણ ઓછો છે. આ જ કારણે અધિકારીઓ પર વધુ ટેક્સ વસુલવાનું દબાણ છે.

તો સરાકર પણ જબરજસ્તી કરી રહી છે રિટાયર
એક તરફ આવક વેરા વિભાગના અધિકારીઓ કામના ભારથી નોકરી છોડી રહ્યા છે, તો બીજી તરફ મોદી સરકારે પણ ટેક્સ વિભાગના કેટલાક અધિકારીઓને જબરજસ્તી રિટાયર કરી દીધા છે. તાજેતરમાં જ ઈન્ડિયન રેવન્યુ સર્વિસના 18 અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા છે. જે અધિકારીઓને જબરજસ્તી રિટાયર કરાયા છે, તેમાં પ્રિન્સિપલ કમિશનર ડૉ. અનૂપ શ્રીવાસ્તવ, કમિશનર અતુલ દીક્ષિત, કમિશનર સંસાર ચંદ, કમિશનર હર્ષા, કમિશનર વિનય વ્રજ સિંહ, એડિશનલ કમિશનર અશોક મહિદા, એડિશનલ કમિશનર વીરેન્દ્ર અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર અમરીશ જૈન, જોઈન્ટ કમિશનર નલીનકુમાર, આસિસ્ટન્ટ કમિશનર એસએસ પાબ્ના, આસિસ્ટન્ટ કમિશનર એસ. એસ. બિષ્ટ, આસિસ્ટન્ટ કમિશનર વિનોદ સાંગા, એડિશનલ કમિશનર રાજુ સેકર, ડેપ્યુટી કમિશનર અશોકકુમાર અસવાલ અને આસિસ્ટન્ટ કમિશનર મોહમ્મદ ઉલ્તાફનો સમાવેશ થાય છે.

શું છે નિયમ 56?
કલમ 56નો ઉપયોગ એવા અધિકારીઓ પર થાય છે, જે 50થી 55 વર્ષની ઉંમરના હોય અને 30 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો હોય. સરકાર આવા અધિકારીઓને જબરજસ્તી રિટાયર કરી શકે છે. આવું કરવા પાછળ સરકારનો ઈરાદો નૉન ફોર્મિંગ સરકારી અધિકારીઓને રિટાયર કરવાનો હોય છે.