For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે વધારી ઈમ્પોર્ટ ડ્યુટી, ફ્રિઝ, એસી, વોશિંગ મશીન સહિત 19 વસ્તુઓ મોંઘી

સરકારે કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી દીધો છે. વોશિંગ મશીન, રેફ્રિજરેટર, એસી સહિત 19 વસ્તુઓ પર સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

સરકારે કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી દીધો છે. વોશિંગ મશીન, રેફ્રિજરેટર, એસી સહિત 19 વસ્તુઓ પર સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી દીધો છે. જેમાં 2.5 થી 10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દેશમાં આ વસ્તુઓ વાર્ષિક લગભગ 86 હજાર કરોડ રૂપિયાની આયાત થાય છે. હવે આના પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે.

fridge

સરકારે સતત વધતા કરન્ટ અકાઉન્ટ ડેફિસિટને જોતા કસ્ટમ ડ્યુટીને વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે સરકારના આ નિર્ણયથી દેશમાં વેચાતી 19 વસ્તુઓ મોંઘી થઈ જશે. નિર્ણય બાદ નાણા મંત્રાલયે બુધવારે એક નિવેદન જારી કરીને કસ્ટમ ડ્યુટી વધારવાની જાણકારી આપી હતી.

19 વસ્તુઓ થઈ જશે મોંઘી

સરકારે સૌથી વધુ કસ્ટમ ડ્યુટી વોંશિગ મશીન, રેફ્રિજરેટર અને એસી પર વધારી છે. જ્યાં વોશિંગ મશીનો પર બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકા વધારીને 20 ટકા કરી દેવામાં આવી. વળી, રેફ્રિજરેટર પર બેઝિક કસ્ટમ ડ્યુટીને પણ 10 ટકાથી વધારીને 20 ટકા સુધી કરવામાં આવી છે. એસી પર પણ બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય પક્ષોએ શું કહ્યુ?આ પણ વાંચોઃ આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય પક્ષોએ શું કહ્યુ?

મોંઘા થશે સોના-ચાંદી

સોના અને ચાંદીથી બનેલી ઈમ્પોર્ટ જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી 15 ટકા થી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે. જેનાથી હવે તે પહેલા કરતા મોંઘુ થઈ જશે. વળી, કટ, પોલિશ્ડ ડાયમંડ પર કસ્ટમ ડ્યુટી 5 ટકાથી વધારીને 7.5 ટકા કરી દેવામાં આવી છે. જ્યારે સેમી પ્રોસેસ્ડ ડાયમંડ પર કસ્ટમ ડ્યુટી 5 ટકાથી વધારીને 7.50 ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આર્ટીફિશિયલ ડાયમંડ્ઝ, કટ, પોલિશ્ડ કલર્ડ જેમસ્ટોન્સ, પ્રિસીયસ મેટલ જ્વેલરી પર પણ કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે. સોના-ચાંદી ઉપરાંત પ્લાસ્ટિક ટેબલવેર પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. વળી, ટ્રાવેલ બેગ, સૂટકેસ, સ્પીકર્સ, ફૂટવેર, રેડિયલ કાર ટાયર્સ વગેરે પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે.

English summary
Increased basic custom duty will be effective from today midnight. The total value of imports of these items in the year 2017-18 was about Rs 86000 Crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X