• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત, ચીન વિશ્વના સૌથી મોટા રોકાણકારો બનશે : વિશ્વ બેંક

|
Google Oneindia Gujarati News
વૉશિંગ્ટન, 18 મે : વર્લ્ડ બેન્કે પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારત અને ચીન વર્ષ 2030 સુધીમાં વિકાસશીલ દેશોમાં સૌથી મોટા ઈન્વેસ્ટર દેશ બની જાય એવી ધારણા છે. વિશ્વમાં કરાનાર કુલ મૂડીરોકાણમાં એશિયા ખંડના આ બંને ધરખમ દેશનો ભેગો મળીને 38 ટકા હિસ્સો થશે.

વર્લ્ડ બેન્કના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને ચીફ ઈકોનોમિસ્ટ કૌશિક બસુનું કહેવું છે કે, ભારત અને ચીન વર્ષ 2030 સુધીમાં વિશ્વમાં સૌથી મોટા ઈન્વેસ્ટર દેશ બને એવી ધારણા છે. 2030માં વૈશ્વિક કુલ મૂડીરોકાણમાં આ બંને દેશનો મળીને હિસ્સો 38 ટકા હશે અને તેનાથી દુનિયાના અર્થતંત્રમાં મોટું પરિવર્તન આવશે.

વર્લ્ડ બેન્કના ગ્લોબલ ડેવેલપમેન્ટ હોરાઈઝન્સ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વર્ષ 2030 સુધીમાં જાગતિક સ્તરે કુલ મૂડી 158 ટ્રિલિયન ડોલર હશે. તે વખતે ફોકસ વિકાસશીલ દેશો રહેશે. આ મૂડીનો સૌથી મોટો હિસ્સો પૂર્વ એશિયા અને લેટિન અમેરિકાના દેશોને મળશે.

English summary
India, China would become world's largest Investor : World Bank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X