ભારત દુનિયાનો વિશ્વાસ ગુમાવી બેઠું છે : રતન તાતા
નવી દિલ્હી, 29 ઑગસ્ટ : ભારતીય અર્થવ્યવસ્થાની લથડતી હાલતને પગલે પ્રમુખ ઉદ્યોગપતિ રતન તાતાએ જણાવ્યું કે ભારત દુનિયાનો વિશ્વાસ ગુમાવી બેઠું છે અને સરકાર આ વાતને સમજવામાં મોડું કરી દીધું છે. આની સાથે તાતાએ ગુજરાતના મુખ્યમંત્રીની ગુજરાતમાં કાર્યસિદ્ધિના ભરપૂર વખાણ કર્યા હતા.
તેમણે જણાવ્યું કે સરકાર ખાનગી ક્ષેત્રના સ્વાર્થના પ્રભાવમાં રહી ગઇ અને એ જ પ્રભાવમાં નીતિઓમાં ફેરફાર, મોડું અને હેરાફેરી કરવામાં આવી. તાતાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તાતા ગ્રુપના ચેરમેનનું પદ છોડ્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી મનમોહન સિંહે ભારતના ગૌરવને ઉંચું બનાવી રાખ્યું હતું, પરંતુ હાલના સમયમાં આપણે એ ગૌરવ ગુમાવી દીધું છે.
વર્ષ 1991ના સુધારાને યાદ કર્યા બાદ તાતાએ જણાવ્યું કે જ્યારે સાહસી પગલાં ભરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે હાલમાં પણ એ જ ટીમ છે. પરંતુ મારા વિચાર પ્રમાણે દરેક પ્રતિસ્પર્ધી હિત છે. મોટાભાગે જે કંઇપણ થઇ રહ્યું છે તેને ભારતની જનતાના હિતની દ્રષ્ટિથી જોવું જોઇએ. રતન તાતાએ પ્રધાનમંત્રીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે દેશમાં આગળ આવીને નેતૃત્વ કરવાની ઉણપ છે. તેમણે જણાવ્યું કે સરકારને આંતરિક રીતે પણ અનેક દિશાઓમાં ખેંચવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર તાતાએ જણાવ્યું કે મારા મત મુજબ ગુજરાતમાં મોદીએ પોતાના નેતૃત્વને સિદ્ધ કરી બતાવ્યું છે, અને ગુજરાતને પ્રમુખ સ્થાન પર બિરાજમાન કરાવી દીધું. પરંતુ તેઓ રાષ્ટ્ર સ્તરે શું કરશે તે હું જોવાની સ્થિતિમાં નથી.