For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Forbes: વિશ્વની સૌથી પાવરફૂલ કંપનીયોમાં 54 ભારતીય, રિલાયંસ પ્રથમ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 8 મે: ફોર્બ્સની સૂચિમાં ભારતીય કંપનીઓએ દેશને ફરીથી ગર્વ અપાવ્યું છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયંસ ઇડસ્ટ્રીઝ એ 54 ભારતીય કંપનીયોમાં પહેલા સ્થાને રહી છે જેણે ફોર્બ્સની 2000 સૌથી મોટી અને શક્તિશાળી કંપનીયોની વાર્ષિક સૂચિમાં સ્થાન બનાવ્યું છે.

સાથે સાથે ચીનની ત્રણ કંપનીઓએ આ સૂચિમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફોર્બ્સની વૈશ્વિક 2000 સૂચિમાં આવક, નફો, સંપત્તિ અને બજાર મૂલ્યાંકનના આધાર પર આંકવામાં આવેલી વિશ્વની સૌથી મોટી શક્તિશાળી કંપનીઓની વ્યાપક સૂચિમાં સામેલ છે.

ચીનમાં વિશ્વની ત્રણ શ્રેષ્ઠ સૂચિબદ્ધ કંપનીયો છે અને શ્રેષ્ઠ 10 કંપનીયોમાંથી પાંચ કંપનીઓ પણ ત્યાંની જ છે. અમેરિકાએ 2000 કંપનીઓની આ સૂચિમાં પોતાનો દબદબો યથાવથ રાખ્યો છે જેમાં 564 કંપનીઓ ત્યાંની છે.

અમેરિકા બાદ જાપાનનો નંબર આવે છે જ્યાં કુલ મળીને 225 કંપનીઓ છે. ભારતમાં વિશ્વની 54 સૌથી મોટી અને શક્તિશાળી કંપનીઓ છે. રિલાયંસ ઇંડસ્ટ્રીઝ મે 2014 સુધી 50.9 અરબ ડોલરના બજાર મુલ્યાંકન અને 72.8 અરબ ડોલરના વેચાણની સાથે 135માં સ્થાને છે.

રિલાયંસ બાદ ભારતીય સ્ટેટ બેંકનો નંબર આવે છે જે 23.6 અરબ ડોલરના મૂલ્યાંકનની સાથે 155માં સ્થાન પર છે. જે અન્ય કંપનીઓમાં આ સૂચિમાં સ્થાન જમાવ્યું છે તેમાં ઓએનજીસી, આઇસીઆઇસીઆઇ બેંક, ટાટા મોટર્સ, ઇન્ડિયન ઓયલ, એચડીએફસી, કોલ ઇન્ડિયા, લાર્સન એન્ડ ટૂબ્રો, ટાટા કંસલ્ટેંસી સર્વિસિઝ, ભારતી એરટેલ, એક્સિસ બેંક, ઇન્ફોસિસ, બેંક ઓફ બડૌદા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇટીસી અને વિપ્રો વગેરેનો સમાવેશ થાય છે.

કૂલ મળીને ભારતીય કંપનીઓએ વિશ્વસ્તરીય કંપનીઓના મુકાબલે શાનદાર પ્રદર્શન કર્યું છે. આનું કારણ છે કે આ તાજી સૂચિએ ભારતીવાસીઓને ગર્વનો અનુભવ કરાવવાની સોનેરી તક આપી છે.

ભારતની રિલાયંસ કંપની

ભારતની રિલાયંસ કંપની

મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયંસ ઇડસ્ટ્રીઝ એ 54 ભારતીય કંપનીયોમાં પહેલા સ્થાને રહી છે જેણે ફોર્બ્સની 2000 સૌથી મોટી અને શક્તિશાળી કંપનીયોની વાર્ષિક સૂચિમાં સ્થાન બનાવ્યું છે.

ચાઇનાના કંપનીઓ પણ ટોપ પર

ચાઇનાના કંપનીઓ પણ ટોપ પર

સાથે સાથે ચીનની ત્રણ કંપનીઓએ આ સૂચિમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચીનમાં વિશ્વની ત્રણ શ્રેષ્ઠ સૂચિબદ્ધ કંપનીયો છે અને શ્રેષ્ઠ 10 કંપનીયોમાંથી પાંચ કંપનીઓ પણ ત્યાંની જ છે.

અમેરિકન કંપનીઓનો દબદબો

અમેરિકન કંપનીઓનો દબદબો

અમેરિકાએ 2000 કંપનીઓની આ સૂચિમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે જેમાં 564 કંપનીઓ ત્યાંની છે. ફોર્બ્સની વૈશ્વિક 2000 સૂચિમાં આવક, નફો, સંપત્તિ અને બજાર મૂલ્યાંકનના આધાર પર આંકવામાં આવેલી વિશ્વની સૌથી મોટી શક્તિશાળી કંપનીઓની વ્યાપક સૂચિમાં સામેલ છે.

અમેરિકા બાદ જાપાન

અમેરિકા બાદ જાપાન

અમેરિકા બાદ જાપાનનો નંબર આવે છે જ્યાં કુલ મળીને 225 કંપનીઓ છે. ભારતમાં વિશ્વની 54 સૌથી મોટી અને શક્તિશાળી કંપનીઓ છે. રિલાયંસ ઇંડસ્ટ્રીઝ મે 2014 સુધી 50.9 અરબ ડોલરના બજાર મુલ્યાંકન અને 72.8 અરબ ડોલરના વેચાણની સાથે 135માં સ્થાને છે.

English summary
Now there are 54 companies of India in Forbes list among 2000 World's top companies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X