ભારત પર આર્થિક મંદીના વાદળો વિશે જાણો શું કહે છે એક્સપર્ટ્સ
ભારતમાં આર્થિક મંદી પર વિશેષજ્ઞોના હા અને ના એમ બે મત છે. રેટિંગ એજન્સી જેપી મોર્ગને આપેલ નિવેદન અનુસાર ભારતીય અર્થવ્યવસ્થાનો મંદીમાં ફસાવવાનો ડર નથી, એજન્સી પ્રમાણે ભારતની મોટી બેંકોનું પ્રદર્શન ઉમદા રહેશે, કારણ કે વ્યાજ દરોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

મોર્ગનમાં ઈન્ડિયા ઈક્વિટી રિસર્ચના હેડ ભરત અય્યર
ત્યાં જ એજન્સીનું કહેવું છે કે ઈન્સ્યોરન્સ કંપનીઓથી પણ સારા પૈસા કમાઈ શકાય છે. જેપી મોર્ગનમાં ઈન્ડિયા ઈક્વિટી રિસર્ચના હેડ ભરત અય્યરે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, ભારતીય અર્થવ્યવસ્થામાં કરપ્શન એક મોટુ ફેક્ટર છે, જેને ડિમોગ્રાફી અને રોકાણથી સપોર્ટ મળી રહ્યો છે.

CAIT
કહેવાય છે કે આર્થિક મંદીની સૌથી વધુ અસર દેશના ઓટોમોબાઈલ સેક્ટર પર પડી છે. જો કે ટ્રેડર્સ બૉડી સીએઆઈટી(CAIT)એ મંગળવારે જે કહ્યુ તેનાથી લોકો આશ્ચર્ય પામ્યા છે કે, ઘરેલું ઓટોમોબાઈલ સેક્ટમાં કોઈ પણ પ્રકારની મંદી નથી. સીએઆઈટીએ ઓટોમોબાઈલ સેક્ટરમાં મચેલ હો હાને નકલી ગણાવતા કહ્યુ છે કે, ઓટોમોબાઈલ કંપનીઓ માત્ર સરકારથી પેકેજ મેળવવા બુમાબુમ કરી રહી છે.

SIAMના અધ્યક્ષ રાજન વાઘેરા
સીએઆઈટીના મહાસચિવનું કહેવું છે કે કંપનીઓ ભારે માત્રામાં બુકીંગ કરી રહી છે, જે દર્શાવે છે કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ મંદી નથી. સીએઆઈટી ભલે મંદીને નકારી રહી હોય, પણ આર્થિક મંદીનો હવાલો આપી ઓટોમોબાઈલ કંપની હજારો લોકોને નોકરીથી કાઢી ચૂકી છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ(SIAM)ના અધ્યક્ષ રાજન વાઘેરાનું કહેવું છે કે લગભગ 10 મહિનાથી કંપનીઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
ઓગસ્ટ 2019ના વેચાણના આંકડા જણાવે છે કે સૌથી મોટી ઓટોમોટિવ કંપની પણ મંદીની અસરમાં આવી છે અને મારુતી સુઝુકી, ટાટા મોટર્સ અને હુન્ડાઈના વેચાણમાં ક્રમશ 34.4%, 58% અને 16.58 %નો ઘટાડો નોંધાયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ તો મંદીના ડરે 17 દિવસ ગાડીના પ્રોડક્શનને બંધ કરવાનું એલાન કરી દીધુ છે.

હીરો સાયકલના મેનેજીંગ ડાયરેક્ટર પંકજ મુંજાલ
હીરો સાયકલના મેનેજીંગ ડાયરેક્ટર પંકજ મુંજાલ પણ આર્થિક મંદીનો હવાલો આપતા જણાવે છે કે તેમણે પાછલા 55 વર્ષમાં પહેલી વાર ગ્રોથ રેટમાં આવી મંદી જોઈ છે. શહેરી અને ગ્રામીણ બજારોમાં લોકોની વેચાણ ક્ષમતામાં ભારે ઘટાડાનું કારણ આપતા તેઓ જણાવે છે કે લોકો હવે બચતને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેથી તેમનું સાયકલનું વેચાણ લગભગ અટકી ગયુ છે.

સેન્સેક્સ
મંદીની મારની ભારે અસર શેયર બજાર પર છે. કહેવાય છે કે 17 સપ્ટેમ્બરના રોજ શેયર બજારમાં વર્ષનો સોથી મોટો ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ 642 પોઈન્ટ ગબડી 36,481.09 પર બંધ રહ્યો હતો. ત્યાં જ નિફ્ટી 185 પોઈન્ટ ગબડી 10,817 પર પહોંચી ગયો હતો. તેની સાથે જ યુરોપના બજાર ભારે ઘટાડાનો માર ઝેલી રહ્યા છે. એટલું જ નહિં જર્મનીના ઈન્ડેક્સમાં પણ ઘટાડો નોંધાયો છે. જે મંદીની અસર દર્શાવે છે.
કોઈ કહે છે કે લોકોની આવક વૃદ્ધિ દરમાં ઘટાડાને કારણે ઓટોમોબાઈલ સેક્ટર, ટેક્સટાઈલ સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી આવી છે. તો કોઈનું કહેવું છે કે સાઉદી અરબમાં ડ્રોનના હુમલાને કારણે કાચા તેલમાં 13 ટકા વૃદ્ધિ મંદી માટે જવાબદાર છે.

એલઆઈસી
મંદીએ વીમા કંપનીઓને પણ છોડી નથી. દેશની સૌથી મોટી વિમા કંપનીને બીજા ક્વાર્ટરમાં 57 હજાર કરોડ રૂપિયાનો માર પડ્યો છે. એલઆઈસીને થયેલ નુકશાન પાછળ એ થીયરી અપાઈ રહી છે કે તેણે જે કંપનીઓના શેયરમાં રોકાણ કર્યુ હતુ, તે કંપનીઓના શેયરોના ભાવમાં 81 ટકાનો ઘટાડો નોંધાયો છે. કહેવાય છે કે એલઆઈસીનું સૌથી વધુ રોકાણ આઈટીસીમાં છે.

કોલ ઈન્ડિયા
બીજી બાજુ કોલ ઈન્ડિયા કહે છે કે તેમની કંપનીમાં 9000 લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપનીના એક અધિકારીનું કહેવું છે કે કોલ ઈન્ડિયાના 400 એક્ઝીક્યુટિવમાંથી 900ની નિયુક્તિ જુનિયર કેટેગરીમાં જાહેરાત અને ઈન્ટરવ્યુ દ્વારા થઈ છે. બાકીના 400 લોકોની નિયુક્તિ કેંપસ સિલેકશન દ્વારા થશે. 100 એક્ઝીક્યુટીવની નિયુક્તિ મેડિકલ સ્ટાફ તરીકે થશે. કોલ ઈન્ડિયાની ઉલટી ચાલથી મંદીના નામે હજારો લોકોને કાઢી મુકનારી કંપનીઓએ પોતાનું મોઢુ મચકોડ્યુ છે.

એમજી હેક્ટરે
ભારતીય ઓટોમોબાઈલ બજારમાં આવતા જ એમજી હેક્ટરે એક જ દિવસમાં 21000 કારોના બુકિંગનો ઈતિહાસ બનાવ્યો છે. એમજી હેક્ટર જ નહિં, કીયા સેલ્ટોઝ પણ મંદીની અસર દરમિયાન ભારતીય બજારમાં પદાર્પણ કર્યુ અને ધડાધડ થઈ રહેલ કારોની બુકીંગ ન રોકાતા તેણે બુકિંગ કાઉન્ટર જ બંધ કરી દીધુ. કંપનીએ કારોનું બુકિંગ એટલે રોકવું પડ્યુ કારણ કે બુકિંગ કારોના પ્રોડક્શનથી 3-4 ગણા વધુ થઈ ચૂક્યુ છે.

અર્થશાસ્ત્રી મનમોહન સિંહ
ભારતમાં આર્થિક મંદી આવી રહી છે કે આવવાની છે તેના પર રાજકીય પાર્ટીઓ પણ કુદી પડી છે. પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહનું કહેવું છે કે મોદી સરકારની નીતિ આર્થિક સ્લો ડાઉન માટે જવાબદાર છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંદી પર મોદી સરકાર પર નિશાનો તાક્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મંદી પર બોલતા કહ્યુ કે સરકાર મિડિયા મેનેજમેન્ટ કરી મંદીને ઢાંકી રહી છે.

એમેઝોન ઈન્ડિયાના નિર્દેશક મયંક શિવમ
ઓટો સેક્ટરમાં મંદીનાં રોદણાં સાથે હવે લોકોએ ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ પર મંદીની અસરની સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન એમેઝોન ઈન્ડિયાના નિર્દેશક મયંક શિવમનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે ઈ-કોમર્સની મંદીનું ભૂત પણ ભાગી ગયુ છે. તેમણે આર્થિક નબળાઈ અને કન્ઝ્યુમરની ડિમાંડમાં ઘટાડાની પરવાહ કર્યા વિના કહ્યુ કે તેમની કંપની આ વર્ષે તહેવારની સીઝનમાં સોથી વધુ સેલ્સ નોંધાવશે. ગયા અક વર્ષમાં તેમનું વેચાણ 3.5 લાખથી વધી 5 લાખ સુધી પહોંચી ગયુ છે. તેમણે જણાવ્યુ છે કે એમેઝોન કંપનીની 65-70 ડિમાંડ નાના શહેરોમાંથી આવી રહી છે, જે માટે થિયરી અપાઈ રહી હતી કે આવક ઘટવાને કરાણે વેચાણમાં ઘટાડો આવ્યો છે.
GST કાઉન્સિલ બેઠકઃ જીએસટી દરોમાં ફરીથી કરવામાં આવ્યા ફેરફાર