ભારતના સૌથી શ્રેષ્ઠ શહેરોમાં અમદાવાદ ને સુરત

Posted By:
Subscribe to Oneindia News

તાજેતરમાં Liveability Index 2013ની બહાર પાડવામાં આવેલી યાદીમાં ભારતમાં સૌથી શ્રેષ્ઠ રહેવા યોગ્ય શહેરોમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 20 શહેરોની યાદીમાં મુંબઇ પહેલા ક્રમાંકે છે. જ્યારે અમદાવાદ 11માં ક્રમાંકે અને સુરત 20માં ક્રમાંકે છે. આ શહેરોને તેમની શિક્ષણ, મેડિકલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેફટીના આધારે વિવિધ અંકો સાથે આ યાદીમાં સમાવાયા છે.

Liveability Indexની ચોથી એડિશન માટે 50 રહેવાલાયક ભારતીય શહેરોની યાદી બનાવવામાં આવી. આ શહેરોને માત્ર તેમની રહેવાની ગુણવત્તના આધારે જ આ યાદીમાં સમાવવામાં આવ્યા નહોતા, પરંતુ વિકાસ અને નાગરિકોને લગતી બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. શહેરોની પસંદગી માટે ડેમોગ્રાફિક, હેલ્થ એન્ડ મેડિકલ સ્ટાન્ડર્ડ, સેફટી, હાઉસિંગ ઓપ્શન, સોસિયો-કલ્ચરલ-નેચરલ ઇન્વાયરન્મન્ટ, ઇકોનોમિક ઇન્વાયરન્મન્ટ અને પ્લાન્ડ ઇન્વાયરન્મન્ટ વિગેરે હેઠળ એક મોડલ તૈયાર કરવામાં આવ્યું હતુ અને દરેક ક્ષેત્રમાં આ શહેર કેવું છે તે અંગે માહિતી એકઠી કરવામાં આવી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ આ યાદીમાં અન્ય કયા કયા શહેરો છે.

મુંબઇ
  

મુંબઇ

દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઇ રહેવાની દ્રષ્ટિએ ઉત્તમ શહેરોમાં પહેલા ક્રમાંકે આવે છે. આ શહેર વસતીની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્ય ચિકિત્સાની દ્રષ્ટિએ શ્રેષ્ટ છે. દેશના સૌથી વધુ ધનિક શહેરોમાં આ શહેરની ગણના થાય છે.

ચેન્નાઇ
  

ચેન્નાઇ

આ યાદીમાં તમિળનાડુની રાજધાની ચેન્નાઇ બીજા નંબરે છે. ચેન્નાઇમા શિક્ષણ, આર્થિક વાતાવરણ, હેલ્થ અને પર્યાવરણ ઘણું સારું છે. આ શહેર, ઓટોમોબાઇલ, ટેક્નોલોજી, હાર્ડવેર, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર સેક્ટરનું હબ છે.

હૈદરાબાદ
  

હૈદરાબાદ

ભારતનુ પાંચમુ સૌથી વધુ વસતી ધરાવતુ શહેર રહેવા યોગ્ય ઉત્તમ શહેરોમાં ત્રીજા ક્રમાંકે છે. આ શહેરમાં આઇટી, આઇટી સર્વિસીસ, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણો વિકાસ થયો છે.

બેંગ્લોર
  

બેંગ્લોર

આ યાદીમાં બેંગ્લોર ચોથા ક્રમાંકે છે. આ શહેરમાં સલામતી, હાઉસિંગ ઓપ્શન અને વાતાવરણ સારું છે. જોકે આરોગ્ય તબીબી અને મેડિકલ સ્ટાન્ડર્ડમાં ક્ષતિઓ જોવા મળે છે.

નવી દિલ્હી
  
 

નવી દિલ્હી

ભારતની રાજધાની નવી દિલ્હી આ યાદીમાં પાંચમાં ક્રમે છે. શિક્ષણ, આરોગ્ય, મેડિકલ સ્ટાન્ડર્ડ, આર્થિક વાતાવરણની દ્રષ્ટિએ આ શહેર ઘણું શ્રેષ્ઠ છે.

કોલકતા
  

કોલકતા

આ યાદીમાં કોલકતા છઠ્ઠા ક્રમાંકે છે. આ શહેર પૂર્વ ભારતમાં કોમર્શિયલ, કલ્ચરલ અને એજ્યુકેશનની દ્રષ્ટિએ ઘણું જ અગત્યનું છે. આ શહેરને આરોગ્ય, તબીબી, આર્થિક વાતાવરણની દ્રષ્ટિએ પણ ઘણું જ વિશેષ માનવામાં આવે છે.

નોઇડા
  

નોઇડા

નોઇડા શહેર આ યાદીમાં સાતમા ક્રમે છે. આ શહેરને સલામતી, સામાજિક, સાંસ્કૃતિક વાતાવરણ, આર્થિક વાતાવરણ, પર્યાવરણની બાબતમાં ઘણું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ગુડગાંવ
  

ગુડગાંવ

ગુડગાંવમાં હાઉસિંગનો ઓપ્શન અને બિઝનેસની ઘણી તકો છે, જેના લીધે આ શહેરને દેશમાં રહેવા યોગ્ય શ્રેષ્ઠ સ્થળોની યાદીમાં આઠમાં ક્રમે મુકવામાં આવ્યું છે.

ચંદીગઢ
  

ચંદીગઢ

ચંદીગઢ આ યાદીમાં નવમું સ્થાન ધરાવે છે. આ શહેરનું શિક્ષણ, પર્યાવરણ અને આર્થિક સ્થિતિ ઘણી સારી છે. તેમજ આ શહેર તેના સ્થાપત્ય અને શહેરી ડિઝાઇન માટે ઘણું જાણીતું છે.

મુદરાઇ
  

મુદરાઇ

આ યાદીમાં સ્થાન મેળવનાર મદુરાઇ તમિળનાડુનું બીજું શહેર છે. મદુરાઇને ઇન્ડસ્ટ્રિયલ અને એજ્યુકેશનનું હબ માનવામાં આવે છે. આ શહેરને ઉચ્ચ શિક્ષણ, હેલ્થ સ્ટાન્ડર્ડ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ દિનાંક આપવામાં આવ્યા છે. આ યાદીમાં આ શહેર 10માં ક્રમે છે.

અમદાવાદ
  

અમદાવાદ

દેશમાં રહેવાની દ્રષ્ટિએ ઉત્તમ શહેરોની યાદીમાં ગુજરાતના અમદાવાદ શહેરે 11મો ક્રમાંક હાંસલ કર્યો છે. આ શહેર, વસતીશાસ્ત્ર, શિક્ષણ, આર્થિક બાબતે ઘણું સારું છે. આ ઉપરાંત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને ઓટોમોબાઇલ કંપનીઓને પોતાના તરફ આકર્ષવામાં આ શહેર સફળ નિવડ્યું છે.

પૂણે
  

પૂણે

આ યાદીમાં સ્થાન મેળવનાર પૂણે મહારાષ્ટ્રનું બીજું શહેર છે. ગયા વર્ષે આ શહેર ટોપ ટેનની યાદીમાં હતું પરંતુ આ વખતે તેને 12મો ક્રમાંક આપવામાં આવ્યો છે. આ શહેર આર્થિક વાતાવરણ, હાઉસિંગ ઓપ્શન, સ્વાસ્થ્ય અને એજ્યુકેશનના મામલે શ્રેષ્ઠ છે.

નાગપુર
  

નાગપુર

ગયા વર્ષે આ શહેર ટોપ ટેનમાં હતુ પરંતુ આ વર્ષે તે ત્રણ ક્રમ નીચે આવી ગયું છે. આ શહેર શિક્ષણ અને હાઉસિંગમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યાદીમાં સ્થાન મેળવનાર આ મહારાષ્ટ્રનું ત્રીજું શહેર છે. આ શહેરે આ યાદીમાં 13મો ક્રમાંક મેળવ્યો છે.

કોઇમ્બતુર
  

કોઇમ્બતુર

આ યાદીમાં સ્થાન મેળવનાર કોઇમ્બતુર તમિળનાડુનું ત્રીજું શહેર છે. આ શહેર રહેવાની દ્રષ્ટિએ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને તબીબી સેવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. આ શહેરને ટેક્સટાઇલ, ઇન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ, આઇટી, એજ્યુકેશન અને મેન્યુફેક્ચરિંગનું હબ કહેવામાં આવે છે. આ યાદીમાં તે 14માં ક્રમે છે.

શિમલા
  

શિમલા

હિમાચલ પ્રદેશમાં આવેલું શિમલા સૌથી મોટું પ્રવાસન સ્થળ છે. આ શહેરે સલામતી અને હાઉસિંગની બાબતમં સારો સ્કોર નોંધાવ્યો છે. અહીં અનેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન પણ આવેલી છે. આ યાદીમાં શિમલા 15માં ક્રમે છે.

ઇન્દોર
  

ઇન્દોર

ઇન્દોરને મધ્યપ્રદેશનું આર્થિક હબ કહેવામાંઆવે છે. ઇન્દોર ફાઇનાન્સ, મીડિયા, આર્ટ, કોમર્સ, ફેશન, સંશોધન, ટેક્નોલોજી, એજ્યુકેશન અને એન્ટરટેઇનમેન્ટની બાબતે ઉત્તમ શહેર છે. આ યાદીમાં આ શહેર 16માં ક્રમે છે.

મૈસૂર
  

મૈસૂર

આ યાદીમાં સ્થાન મેળવનાર મૈસૂર કર્ણાટક રાજ્યનું બીજું શહેર છે. આ યાદીમાં તેણે 17મું સ્થાન મેળવ્યું છે. સલમાતની દ્રષ્ટિએ આ શહેર ઘણું જ સારુ છે. આ શહેરનું સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણ શ્રેષ્ઠ છે.

નાસિક
  

નાસિક

રહેવાની દ્રષ્ટી ઉત્તમ શહેરોની યાદીમાં સમાવેશ મેળવનાર નાસિક ચોથુ શહેર છે. હાઉસિંગ ઓપ્શન, મેડિકલ સ્ટાન્ડર્ડ, ઇકોનોમિક એનવાયર્નમેન્ટમાં આ શહેરને સૌથી વધુ સ્કોર મળ્યા છે. નાસિક શહેર એ દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનો એક ભાગ છે. આ યાદીમાં નાસિક 18માં ક્રમાંકે છે.

તિરુવંતપુરમ
  

તિરુવંતપુરમ

કેરળ શહેરમાંથી પસંદ કરવામાં આવેલા ત્રણ શહેરોમા એક રાજ્યની રાજધાની તિરુવંતપુરમ પણ છે. આ શહેરને હેલ્થ અને મેડિકલ સ્ટાન્ડર્ડ્સ તથા સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણમાં સૌથી વધુ દિનાંક મેળવ્યા છે. આ યાદીમાં તે 19મા ક્રમાંકે છે. તેમજ આ શહેરની ગણના ભારતના 10 સૌથી હરિયાળા શહેરોમાં પણ કરવામાં આવે છે.

સુરત
  

સુરત

આ યાદીમાં સમાવેશ કરાયેલું બીજું શહેર સુરત છે. સુરત આ યાદીમાં 20માં ક્રમાંકે છે. આ ગુજરાતનું બીજુ સૌથી મોટું શહેર છે, તેમજ તેને દેશનું ડાયમન્ડ અને ટેક્સટાઇલ કેપિટલ પણ કહેવામાં આવે છે. આ શહેરે સલામતીની બાબતમાં સૌથી વધુ દિનાંક હાંસલ કર્યા છે.

English summary
India's 20 most livable cities. Ahmedabad is the the first city from Gujarat to be ranked among one of the top 20 liveable cities in India.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.