For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GDP : ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર, ચીનથી પણ આગળ

વર્ષ 2017ના છેલ્લા ત્રિમાસી એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બરમાં જીડીપી 7.2 ટકા નોંધવામાં આવી છે. 2017ની બીજી ત્રિમાસિકમાં વિકાસ દર 6.5 ટકા નોંધવામાં આવ્યો હતો. આ ત્રિમાસિકના જીડીપીના આંકડા બહાર બાદ ભારતે ચીનન

|
Google Oneindia Gujarati News

નોટબંધી અને જીએસટીના પ્રભાવમાંથી ભારતીય અર્થવ્યવસ્થા હવે બહાર આવી રહી છે. વધુમાં ભારતીય અર્થવ્યવસ્થા માટે બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2017ના છેલ્લા ત્રિમાસી એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બરમાં જીડીપી 7.2 ટકા નોંધવામાં આવી છે. 2017ની બીજી ત્રિમાસિકમાં વિકાસ દર 6.5 ટકા નોંધવામાં આવ્યો હતો. જ્યારે પહેલી ત્રિમાસિકમાં 5.7 ટકા વિકાસ નોંધવામાં આવ્યો હતો. આ આંકડામાં સૌથી સારી વાત એ છે કે ઓક્ટોબર અને ડિસેમ્બરના જે ત્રિમાસિકના જીડીપીના આંકડા બહાર આવ્યા છે તેને ચીનને પણ પાછળ છોડી દીધું છે. આ મામલે ભારત ચીનથી પણ આગળ નીકળી ગયું છે. ચીનની જીડીપીની સ્પીડ આ દરમિયાન 6.8 ટકા રહી હતી. જ્યારે ભારત, નોટબંધી અને જીએસટી જેવા બે મોટા રિફોર્મ પછી 7.2નો વિકાસ દર મેળવવામાં સફળ રહ્યો હતો.

economy

ગત વર્ષે આવેલ રોયટર પોલમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ઓક્ટોબર અને ડિસેમ્બર 2017ના ત્રિમાસિક દરમિયાન ભારતનો જીડીપી દર 6.9 ટકા રહી શકે છે. રોયટર્સે અનુમાન લગાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા આનાથી પણ આગળ નીકળી શકે છે. હાલમાં જ રેટિંગ એજન્સી મૂડીઝે પણ એક અનુમાન વ્યક્ત કરતા કહ્યું હતું કે 2018-2019 ભારત માટે ખાસ રહેશે અને આવનારા વર્ષમાં ભારતનો વિકાસ દર 7.6 ટકા રહી શકે છે. મૂડી મુજબ 500 અને 1000 રૂપિયાના નોટથી અસંતુલિત પ્રભાવ પડ્યો છે. પણ 1 એપ્રિલના બજેટને લાગુ થયા પછી પરિસ્થિતિઓ બદલાઇ છે. મૂડીઝ રિપોર્ટ મુજબ 2016માં નોટબંધી અને ગત વર્ષે લાગુ થયેલા જીએસટીના નકારાત્મક પ્રભાવ પછી દેશની અર્થવ્યવસ્થા ઉપર ઊઠે તેવા સારા સંકેત દેખાઇ રહ્યા છે. આ રિપોર્ટમાં કેલેન્ડર વર્ષ 2018માં 7.6% અને 2019માં 7.5 ટકા વિકાસનો પૂર્વાનુમાન રાખવામાં આવ્યો હતો

English summary
India’s GDP growth rises to 7.2% in December quarter. Read more news about it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X