For Quick Alerts
For Daily Alerts
હવે RBI રાજનના હસ્તાક્ષરવાળી રૂપિયા 10ની નોટ છાપશે
મુંબઇ, 18 ઓક્ટોબર : રિઝર્વ બેંક ટુંક સમયમાં રૂપિયાના ચિહ્ન સાથે આરબીઆઇના નવા ગવર્નર રઘુરામ રાજનના હસ્તાક્ષર વાળી 10 રૂપિયાની નોટો બહાર પાડશે.
રિઝર્વ બેંકે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ટૂંક સમયમાં જ 10 રૂપિયાની નોટ જાહેર કરાશે, જેમાં રૂપિયાનો સિમ્બોલ હશે. મહાત્મા ગાંધી શ્રેણી અંતર્ગતની આ નવી નોટોમાં રઘુરામ રાજનના હસ્તાક્ષર હશે.
રિઝર્વ બેંકે જણાવ્યું છે કે આ નોટો પર પ્રકાશનનું વર્ષ 2013 નોટના પાછળના ભાગમાં પ્રિન્ટ થશે. આ નોટોની ડિઝાઇન 2005માં પ્રિન્ટ થયેલી મહાત્મા ગાંધી શ્રેણીની 10 રૂપિયાની નોટો જેવી જ હશે. આ સાથે માર્કેટમાં ઉપલબ્ધ જુની રૂપિયા 10ની નોટો પણ કાયદેસર રીતે ચલણમાં રહેશે.