For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બન્યું FDIની પહેલી પસંદ, શું મોદીના મેજીક ચાલ્યું?

|
Google Oneindia Gujarati News

દેશની અર્થવ્યવસ્થા માટે એફડીઆઇથી એક સારી ખબર આવી છે. ભારતે વર્ષ 2015માં પહેલા 6 મહિનામાં એફડીઆઇ ક્ષેત્રે અમેરિકા અને ચીનને પછાડી દીધું છે અને બની ગયું છે નંબર વન. ભારતે પાછલા 6 મહિનામાં 31 અરબ ડોલરનું વિદેશી રોકાણ હાસલ કર્યું છે.

મંગળવારે જાહેર કરેલી એક રિપોર્ટ મુજબ 2014માં ભારત રોકાણ મામલે 5માં નંબરે હતું. અને તેની પર અમેરિકા, મૈક્સિકો, બ્રિટન, ચીન જેવા દેશો હતા. નાણાં વિભાગે લંડનમાં પબ્લિશ ફાઇનેશિયલ ટાઇમ્સના હવાલેથી આ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2015માં ખાલી 6 મહિનામાં ભારતે 31 અરબ ડોલર એફડીઆઇ મળ્યું છે. વળી ચીનને 28 અરબ ડોલર અને અમેરિકાને 27 અરબ ડોલર.

narendra modi

નોંધનીય છે કે પાછલા એક વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાભરના અનેક દેશોની યાત્રા કરીને ત્યાંના જાણીતા ઉદ્યોગપતિઓને મળીને તેમને ભારતમાં નિવેશ કરવા માટે આહ્વાહન કરી ચૂક્યા છે. તો સામે પક્ષે વિપક્ષ અને મીડિયા પણ આ મામલે ટિપ્પણી કરી ચૂક્યું છે કે મોદીની આટલી યાત્રાઓથી ભારતને ખરેખરમાં કંઇ ફાયદો થયો છે કે નહીં. જો કે આ રિપોર્ટ જોતા તો તેવું જ લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત ફળી છે.

વળી નાણા પ્રધાન અરુણ જેટલીએ પણ આ વાતનો જશ ખાતા કહ્યું છે. પ્રત્યક્ષ વિદેશી રોકણને આકર્ષિત કરવામાં સરકારના પ્રયાસો રંગ લાવતી જોવા મળી છે. તેમણે કહ્યું કે ભારતની આ નવી પરિયોજનાઓના કારણે સર્વાધિક એફડીઆઇ પ્રાપ્ત થયા છે. તેમણે ટ્વિટ પણ કર્યું કે અમારા પ્રયાસો રંગ લાઇ રહ્યા છે.

English summary
India tops in FDI leaves US and China far behind. Finance Minister Arun Jaitley tweets on the latest development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X