ખુશખબરી! બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળ
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જ્યાં એક તરફ અનેક બદલાવો થઇ રહ્યા છે તે વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ની રિપોર્ટમાં ભારત આવનારા 5 વર્ષોમાં એટલે કે 2022 સુધીમાં દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. જીડીપીના નૉમિનલ ટર્મ્સના આધારે આ રિપોર્ટને તૈયાર કરવામાં આવે છે. આમ ચોથા સ્થાન પર હાલ બિરાજનાર જર્મનીને પછાડીને ભારત નવી જીત મેળવી શકે છે.
રિપોર્ટ મુજબ ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. ત્યાંજ બ્રિટનની આ રેસમાં તેનું પાંચમું સ્થાન છોડી છઠ્ઠા સ્થાન પર એટલે કે એક નંબર પાછળ ગયું છે. એટલે કે તે હવે તે વિશ્વની 5 શક્તિશાળી અર્થવ્યવસ્થામાંથી પણ બહાર થઇ ગયું છે.
આઇએમએફની રેકિંગમાં ભારત 9.9 ટકાના દરે આગળ વધી રહ્યો છે. તો બીજી તરફ બ્રિટનની ઇકોનોમી આ વર્ષે ખાલી 2 ટકા આગળ વધશે. અને 2018માં 1.8 ટકા જ આગળ આવશે. નોંધનીય છે કે યુરોપીયન યુનિયનથી બહાર નીકળ્યા પછી બ્રિટનની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થઇ છે.