ભારત બન્યુ દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા, બ્રિટન-ફ્રાંસને છોડ્યુ પાછળઃ રિપોર્ટ
ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યુ છે. ચોંકાવનારી વાત તો એ છે કે તેણે આ મામલે 2010માં બ્રિટન અને ફ્રાંસને પણ પાછળ છોડી દીધુ છે. આ વાત અમેરિકાના રિસર્ચ સેન્ટર વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુએ પોતાના રિપોર્ટમાં કહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારત આત્મનિર્ભર બનવાની પૂર્વ નીતિથી આગળ વધીને એક ખુલ્લા બજારવાળી અર્થવ્યવસ્થા તરીકે વિકસિત થઈ રહ્યુ છે.
રિપોર્ટ મુજબ જીડીપી મામલે ભારત 2940 અબજ ડૉલર સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. આ મામલે તેણે 2019માં બ્રિટન અને ફ્રાંસને પાછળ છોડી દીધા છે. બ્રિટનની અર્થવ્યવસ્થાનો આકાર 2830 અબજ ડૉલર છે જ્યારે ફ્રાંસનો 2710 અબજ ડૉલર છે. ખરીદ શક્તિ ક્ષમતા (પીપીપી)ના આધારે ભારતની જીડીપી 10,510 અબજ ડૉલર છે અને તે જાપાન તથા જર્મનીથી આગળ છે.
હવે વસ્તીના આધારે જોઈએ તો ભારતમાં વધુ વસ્તીનાકારણે પ્રતિ વ્યક્તિ જીડીપી 2170 ડૉલર છે. તે અમેરિકામાં પ્રતિ વ્યક્તિ 62,794 ડૉલર છે. જો કે સંભાવના છે કે ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર સતત ત્રીજા ત્રિમાસિકમાં નબળી રહી શકે છે. આ દર 7.5 ટકાથી ઘટીને 5 ટકા પર આવી શકે છે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ભારતાં 1990માં ઉદારીકરણનો દશક શરૂ થયો હતો.
એ વખતે ઉદ્યોગોને નિયંત્રણ મુક્ત કરવામાં આવ્યા અને વિદેશી વેપાર તેમજ રોકાણ નિયંત્રણમાં ઘટાડો કરવામાં આવ્યો. આ સાથે જ સરકારી કંપનીઓનુ ખાનગીકરણ કરવામાં આવ્યુ હતુ. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે, 'આ ઉપાયોથી ભારતને આર્થિક વૃદ્ધિ ઝડપી કરવામાં મદદ મળે છે.' માહિતી માટે જણાવી દઈએ કે અમેરિકાનુ વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ એક સ્વતંત્ર સંગઠન છે.
આ પણ વાંચોઃ નિર્ભયાના દોષિતો સામે નવુ ડેથ વોરન્ટ ઈશ્યુ, 3 માર્ચે સવારે 6 વાગે અપાશે ફાંસી