For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળમાં 100 રૂપિયાથી વધુ મૂલ્યની ભારતીય નોટ નહીં ચાલે

નોટબંધી પછી ભારતમાં શરુ કરેલી 200 થી 2000 ની ચલણી નોટો હવે પાડોશી દેશમાં ચાલશે નહિ. જી હા, નેપાળમાં હવે રૂ.100 થી ઉચ્ચ મૂલ્યની ભારતીય નોટનો ઉપયોગ કરવામાં આવશે નહિ.

|
Google Oneindia Gujarati News

નોટબંધી પછી ભારતમાં શરુ કરેલી 200 થી 2000 ની ચલણી નોટો હવે પાડોશી દેશમાં ચાલશે નહિ. જી હા, નેપાળમાં હવે રૂ.100 થી ઉચ્ચ મૂલ્યની ભારતીય નોટનો ઉપયોગ કરવામાં આવશે નહિ.

નેપાળની કેન્દ્રીય બેંકે રૂ. 2,000, રૂ.500 અને રૂ.200 ની ભારતીય નોટોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાંના કારણે નેપાળની યાત્રા કરનારા ભારતીયોને સમસ્યા થઇ શકે છે.

આ પણ વાંચો: આવી રીતે મળે છે પેટ્રોલ પંપની ડીલરશિપ, થશે લાખોની કમાણી

કાઠમાન્ડુ પોસ્ટના સમાચાર મુજબ નેપાળ નેશનલ બેંકે રવિવારના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નેપાળના યાત્રીઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓને 100 રૂપિયાથી વધુ મૂલ્ય ધરાવતી ભારતીય ચલણ રાખવા અથવા તેનાથી વ્યાપાર કરવા પર પ્રતિબંધ મુક્યો છે.

ભારતીય નોટોનો ઉપયોગ થશે નહીં

ભારતીય નોટોનો ઉપયોગ થશે નહીં

જણાવી દઈએ કે કેન્દ્રીય બેંકનું કેહવું છે કે રૂ. 200, રૂ.500 અને રૂ.2,000 ની ભારતીય નોટો રાખવામાં આવશે નહિ અને તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

નવા નિયમો હેઠળ, નેપાળી નાગરિકો ભારત સિવાયના અન્ય કોઈ પણ દેશમાં આ મૂલ્યની નોટોને લઈ જઈ શકતા નથી. તેવી જ રીતે, આ નોટોને બીજા દેશમાંથી નેપાળમાં લઈને આવી શકાતી નથી. જો કે, 100 રૂપિયાની નોટથી ખરીદી કરવાની પરવાનગી છે.

વેપારીઓ અને ઉદ્યમીઓએ આ પ્રતિબંધની ટીકા કરી

વેપારીઓ અને ઉદ્યમીઓએ આ પ્રતિબંધની ટીકા કરી

નેપાળના કેન્દ્રીય કેબિનેટે 13 ડિસેમ્બરના રોજ જાહેરનામું પ્રકાશિત કરવાનું નક્કી કર્યું હતું. જેથી લોકોને નેપાળમાં રૂ.100 થી વધુ મૂલ્યની ભારતીય નોટ લઇ જતા અટકાવી શકાય. પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયો અને ઉદ્યમીઓએ આ પ્રતિબંધની ટીકા કરી છે.

તેમણે જણાવ્યું હતું કે એક સમયે જ્યારે દેશના પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને સરકાર 'નેપાળની યાત્રા પર આવો' અભિયાન ચલાવી રહી છે, તો આવા પગલાં પ્રવાસન ઉદ્યોગને નુકસાનકારક બની શકે છે.

2020 સુધી 20 લાખ પ્રવાસીઓનું નેપાળ આવવાનું લક્ષ્ય

2020 સુધી 20 લાખ પ્રવાસીઓનું નેપાળ આવવાનું લક્ષ્ય

નેપાળ સરકાર 2020 સુધી 20 લાખ પ્રવાસીઓનું નેપાળ આવવાનું લક્ષ્ય રાખે છે. ભારત સરકારે 2016 માં રૂ.500 અને રૂ.1000 ની નોટો બંધ કર્યા પછી રૂ.200, રૂ.500 અને રૂ.2,000 ની નવી નોટો જારી કરી હતી.

સરકારના આ પગલાથી નેપાળ અને ભુતાન જેવા દેશોમાં ઘણી સમસ્યાઓ આવી હતી. કારણ કે આ દેશોમાં મોટે ભાગે ભારતીય ચલણ વપરાય છે.

English summary
Indian Currency Note Above Rs 100 Banned In Nepal By Nepal Central Bank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X