For Quick Alerts
For Daily Alerts
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર ડ્યુટી ફ્રી ભારતીય ઉત્પાદનો વેચાશે
નવી દિલ્હી, 24 મે : ભારતીય બ્રાન્ડના ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે ભારતમાં નિર્મિત વસ્તુઓને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર સ્થિત ડ્યુટી ફ્રી દુકાનોમાં મુસાફરોને વેચવાની પરવાનગી આપી દીધી છે.
આ અંગે નવી દિલ્હીમાં રજૂ કરવામાં આવેલા એક સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે "હવે વિદેશથી ભારતમાં આવતા મુસાફરોને ડ્યુટી ફ્રી આયાત કરેલી વસ્તુઓ અથવા તો ડ્યુટી ફ્રી દેશની વસ્તુઓ ખરીદવાની પરવાનગી હશે. આ અનુમતિ સ્વાકાર્ય સામાન ભથ્થા અંતર્ગત હશે."
નવા સરક્યુલર અનુસાર બહારથી આવતા વિદેશી યાત્રીઓ અથવા તો ચાલક દળના સભ્યોએ દેશના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર ડ્યુટી ફ્રી દુકાનોમાંથી ભારતમાં નિર્મિત વસ્તુઓને ખરીદવાની અનુમતિ હશે. આ અનુમતિ ભારતમાંથી બહાર જનારા મુસાફરો પર પણ અમલી બનશે.