For Quick Alerts
For Daily Alerts
સ્વિસ બેંકોમાં 40 ટકા વધી ગયું ભારતીય નાણુ
નવી દિલ્હી, 19 જૂન: શું સ્વિસ બેંકોમાં ધન જમા કરાવનારાઓને એ વાતનો થોડો પણ ભય નથી કે ભારત સરકાર કાળા નાણાને પાછું લાવવાનો પ્રયત્ન કરી રહી છે? કે પછી તેમને ખ્યાલ છે કે આ પ્રયત્નો સફળ થવાના નથી. તેઓ કોઇ પણ બીક વગર સ્વિસ બેંકમાં પોતાના નાણા જમા કરાવી રહ્યા છે. સ્વિસ સેંટ્રલ બેંક બીજેજેસીએ જાણકારી આપી છ કે સ્વિસ બેંકોમાં જમા ભારતીય ધનમાં 40 ટકાનો વધારો થયો છે.
સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ્રલ બેંકે જણાવ્યું કે ત્યાંની બેંકોમાં ભારતીયોનું નાણુ 40 ટકા વધીને લગભગ 2.03 અરબ સ્વિસ ફ્રેંક્સ એટલે લગભગ 14000 કરોડ રૂપિયા થઇ ગયું છે.
નવી ભારત સરકારે વિદેશી બેંકોમાં જમા કાળા નાણાને પાછું લાવવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે. દેશની તમામ પ્રમુખ તપાસ અને ગુપ્તચર એજન્સીઓના અધ્યક્ષોને મળીને બનેલી ટાસ્ક ફોર્સનું કામ છે કે વિદેશોમાં જમાં કાળા નાણાની તપાસ કરો અને તેને પરત લાવવા રીતો શોધો.
કાળુ ધન ભારતમાં હાલમાં જ થયેલી ચૂંટણીમાં ખૂબ જ મોટો મુદ્દો છે. છેલ્લા બે વર્ષમાં આની પર ખૂબ જ ચર્ચા-વિમર્શ થયું છે. આ અંગે સુપ્રીમ કોર્ટ સુધી કેસ ગયો છે. અને સુપ્રીમ કોર્ટની કડકાઇ બાદ કેન્દ્ર સરકારે ફોર્સની રચના કરી છે. પરંતુ આ બધા પગલા સ્વિસ બેંકોમાં ધન જમા કરાવનારાને પ્રભાવિત નથી કરી શકતી.