For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના રાજીવ સૂરી બની શકે નોકિયાના નવા સીઇઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 એપ્રિલ : નોકિયાના ભારતીય મૂળના રાજીવ સૂરીને કંપનીના નવા સીઇઓ તરીકે નિયુક્ત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મોબાઇલ હેન્ડસેટ કારોબારમાં અગ્રણી નામ રહી ચૂકેલી ફિનલેન્ડની કંપનીએ આજે પોતાનો વેપાર માઇક્રોસોફ્ટને વેચી દીધો છે.

એક સમાચાર પત્રના જણાવ્યા અનુસાર કંપની આ અંગેની જાહેરાત આગામી 29 એપ્રિલના રોજ કરી શકે છે. આ દિવસે કંપનીના આર્થિક પરિણામો પણ જાહેર થવાના છે. વર્તમાન સમયમાં સૂરી નોકિયાના ટેલિકોમ્યુનિકેશન સાધનના બિઝનેસના વડા છે.

rajiv-suri-nokia

તેઓ નવા સીઇઓ સ્ટીફન એલપની જગ્યા લેશે. સ્ટીફન માઇક્રોસોફ્ટમાં પાછા ફરી રહ્યા છે. તેઓ માઇક્રોસોફ્ટમાં ઉપકરણ સમુહના કાર્યકારી ઉપાધ્યક્ષ હશે. એલપ વર્ષ 2010માં નોકિયામાં આવ્યા હતા. તેમણે માઇક્રોસોફ્ટ સાથેના સોદાની જાહેરાત સમયે રાજીનામુ આપી દીધું હતું.

હેન્ડસેટ બિઝનેસમાં વેચાણ બાદ નોકિયાની પાસે ટેલિકોમ્યુનિકેશન ઉપકરણ, લોકેશન આધારિત સેવાઓ તથા આધુનિકી પ્રોધ્યોગિકીનો બિઝનેસ રહ્યો છે. સૂરીએ મેંગલોરમાં એન્જિનીયરિંગનો અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ એસ્પો, ફિનલેન્ડમાં રહે છે. તેમની પાસે 23 વર્ષથી વધારેનો આંતરરાષ્ટ્રીય અનુભવ છે.

English summary
Indian origine Rajiv Suri set to become Nokia CEO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X