For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી નીચલા સ્તરે રૂપિયો, 29 પૈસા ગગડી 71.87 રૂપિયા પ્રતિ ડોલર

શરૂઆતી કારોબારમાં સુધારની આશા પછી બુધવારે રૂપિયામાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ચુક્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

શરૂઆતી કારોબારમાં સુધારની આશા પછી બુધવારે રૂપિયામાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ચુક્યો છે. બુધવારે રૂપિયો 29 પૈસા ગગડી ને 71.87 રૂપિયા પ્રતિ ડોલર થઇ ચુક્યો છે. મંગળવારે રૂપિયો 37 પૈસા ગગડીને 71.58 રૂપિયા પર બંધ થયો હતો. જોવા જઇયે તો સવારે ડોલરના મુકાબલે રૂપિયામાં સુધાર જોવા મળ્યો હતો અને એક સમયે તે 71.43 રૂપિયા પર પહોંચી ગયો હતો. પરંતુ ત્યારપછી તેમાં ઘટાડો જોવા મળ્યો અને 29 પૈસા ગગડીને 71.87 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો.

Indian Rupee

આ પહેલા મંગળવારે સવારે રૂપિયામાં થોડો સુધાર આવ્યો હતો પરંતુ ત્યારપછી તે ડોલરના મુકાબલે 37 પૈસા તૂટીને 71.58 રૂપિયા પર બંધ થયો. અમેરિકી ડોલરની માંગને કારણે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. એટલા માટે જ બજારમાં અસ્થિરતાનો માહોલ છે અને રોકાણકારો પરેશાન છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડનો કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોમાં તેઝી આવી છે. જેની સીધી અસર રૂપિયા પર પડી રહી છે. બજાર એક્સપર્ટનું કહેવું છે કે જો આવી હાલત રહી તો તેની સામે લડવું ખુબ જ મુશ્કિલ થઇ જશે.

જો રૂપિયાનો સતત ઘટાડો ચાલુ રહ્યો તો વિદેશી રોકાણકારો શેર બજારમાંથી પોતાના પૈસા કાઢી શકે છે. જેથી મોટી કંપનીઓને નુકશાન થશે કારણકે ડોલર ખેંચાઈ જવાથી કંપનીઓની શેરની કિંમત પણ ઘટી જશે.

English summary
Indian Rupee now at 71.87 against the US dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X