For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયો ઊંધા માથે પછડાયો : 68.75ની નિમ્ન સપાટીએ પહોંચ્યો

|
Google Oneindia Gujarati News

rupee-logo
મુંબઇ, 28 ઓગસ્ટ : ભારતીય રૂપિયામાં અવમૂલ્યનનું વલણ આજે પણ ચાલુ રહ્યું છે. યુએસ ડોલર સામે આજે રૂપિયાએ નવી ઐતિહાસિક નીચી સપાટી જોઈ લીધી છે. બપોરે 12 વાગ્યાની આસપાસ તે પ્રતિ ડોલર 68.75ની કિંમતનો બોલાતો હતો.

તેને કારણે શેરબજારની પીડા પણ યથાવત્ રહી છે. સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો છે અને 18,000ની નીચે વધારે ગબડતો રહ્યો છે. આજે સેન્સેક્સ 334 પોઈન્ટ તૂટીને 17634નો પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી આંક 112 પોઈન્ટના ગાબડા સાથે 5174 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો છે.

ડોલર સામે રૂપિયો આજે 66.90ના ભાવનો ખૂલ્યો હતો. આ સ્થિતિ અંગે મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ અર્થતંત્રને બચાવવા માટે રાજીનામું આપી દેવા યુપીએ સરકારને જણાવ્યું છે.

ભાજપના નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ કહ્યું છે કે રૂપિયા અને બજારોને સ્થિર કરવા માટે યુપીએ સરકારે રાજીનામું આપવું જ જોઈએ. રૂપિયાના પતનને અટકાવવાનું હવે સરકારની પહોંચ બહારની વાત બની ગઈ છે. સરકારે રાજીનામું આપી નવેસરથી ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ જેથી નવી સરકારની રચના થાય. મારું આ નિવેદન રાજકીય છે.

English summary
Indian rupee hits new all-time low, breaches 68 per dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X