• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વિસ બેન્કમાં શા માટે ઓછું થયું ભારતીય ધન?

By Super
|

મુંબઇ, 21 જૂનઃ જ્યારે પણ કાળા નાણાંની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિના મોઢા પર એક જ વાત સાંભળવા મળે છે, 'પૈસા સ્વિસ બેન્ક પહોંચી ગયા હશે.' દરરોજ વધતા ગોટાળાને જોઇને તમે જો એમ વિચારી રહ્યાં છો તો સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાં સતત વધી રહ્યાં છે, તો તમારી આ ખોટી સમજને અમે દૂર કરવા માગીએ છીએ. સાચુ તો એ છે કે ભારતીયના નાણાં વધી રહ્યાં નથી પરંતુ ઘટી રહ્યાં છે. છેલ્લા છ વર્ષોના આંકડા જોવામાં આવે તો અંદાજે 78 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

સ્વિસ બેન્કમાં જમા ભારતીય નાણાં પર એક રિપોર્ટ જારી કરવામાં આવી છે, જે અનુસાર 2012માં સ્વિસ બેન્કમાં જમા ભારતીયોનું ધન 9000 કરોડ રૂપિયા થઇ ગયું છે. જ્યારે 2006માં આ રકમ 41400 કરોડ રૂપિયા હતી. જે 2002માં 18800 કરોડ હતી. 2007માં ઘટાડાનો દોર શરૂ થઇ ગયો. ઘટાડાના કારણે 2007માં ધન ઘટીને 27500 થઇ ગયું.

તેની પાછળના કારણની વાત કરવામાં આવે તો સૌથી મોટું કારણ વૈશ્વિક મંદીના વાદળો છે. ખરા અર્થમાં વિશ્વ બજારમાં મંદીના વાદળ મંડરાઇ રહ્યાં છે. તેવામાં ભારતીયોને પોતાના પૈસા ડુબવાનો ડર છે. તેના કારણે તમામ લોકો ધીરે-ધીરે સ્વિસ બેન્કમાંથી પૈસા નીકાળી રહ્યાં છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્કમ ટેક્સ વિભાગ અને સેબીની નજર દરેક મોટા બિઝનેસમેન, નેતા, સેલિબ્રિટી વગેરે પર છે. જેના કારણે કાળા નાણાંનું ભારત બહાર જવું હવે કપરું થઇ રહ્યું છે.

English summary
Indians are now less interested in depositing their money in Swiss Bank. The latest report of SEBI shows 78 per cent fall in this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X