For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ફોસિસના પદનામિત સીઇઓ વિશાલ સિક્કાને મળશે વાર્ષિક 30 કરોડ પગાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જુલાઇ : ઈન્ફોસિસના પદનામિત સીઇઓ વિશાલ સિક્કા દેશના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના સૌથી ઉંચા પગારદાર સીઈઓ બન્યા છે. કંપની તેમને વાર્ષિક 50.08 લાખ ડોલર એટલે કે અંદાજે 30 કરોડ રૂપિયાનો પગાર ચૂકવશે.

આ કારણે ભારતમાં જન્મેલા યુએસ નાગરિક સિક્કા માત્ર સ્થાનિક આઈટી કંપનીઓ જ નહીં, પણ અનેક ક્ષેત્રોની કંપનીઓના પણ સૌથી ઉંચા પગારદાર પ્રોફેશનલ સીઈઓ બન્યા છે.

vishal-sikka-infosys

બેંગલોર સ્થિત સોફ્ટવેર એક્સપોર્ટ કંપની ઈન્ફોસિસે બોમ્બે સ્ટોક એક્સચેન્જને એક યાદીમાં જણાવ્યું હતું કે સિક્કાને બેઝીક સેલરી પેટે 9 લાખ ડોલર ચૂકવશે અને વેરિએબલ પે હેઠળ 40.18 ડોલર ચૂકવશે. સિક્કાને નિયંત્રિત સ્ટોક યુનિટ્સમાં બીજાં 20 લાખ ડોલર પણ મળશે. આ માટે કંપની 30 જુલાઈએ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં શેરહોલ્ડરોની મંજૂરી માગશે.

સિક્કા તેમની અગાઉની કંપની SAP (જર્મન સોફ્ટવેર કંપની)માં ડિરેક્ટર તરીકે પગાર તથા અન્ય આર્થિક લાભ સહિત 40 લાખ 23 હજાર ડોલર મેળવતા હતા.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના સીઈઓ એન. ચંદ્રશેખરન અત્યાર સુધી ભારતીય ઈન્ફોટેકમાં સૌથી વધુ પગાર મેળવતા બોસ હતા. વર્ષ 2013-14માં તેમને કુલ 32 લાખ ડોલર એટલે કે અંદાજે 18.68 કરોડ રૂપિયાનો પગાર મળ્યો હતો.

English summary
Infosys CEO designate Vishal Sikka to get annual salary of 30 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X