ઇન્ફોસિસ Q3ના પરિણામો; નેટ પ્રોફિટ રૂપિયા 3250 કરોડ
મુંબઇ, 9 જાન્યુઆરી : દેશની અગ્રણી આઇટી કંપનીઓ પૈકી એક અને સોફ્ટવેર સર્વિસિસની નિકાસ કરતી બીજા ક્રમની સૌથી મોટી કંપની ઈન્ફોસિસે 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા પ્રમાણે કામગીરી નોંધાવીને 3,250 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
અગાઉના ક્વાર્ટરમાં કંપનીએ 3096 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આમ અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં કંપનીના નફામાં 5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. માર્કેટ એનાલિસ્ટોએ 3,151 કરોડ રૂપિયાનો ચોખ્ખા નફાનો અંદાજ બાંધ્યો હતો. જેમાં 13,756 કરોડની આવકના અંદાજ સામે સૂચિતગાળામાં કંપનીએ 13,796 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી.
કંપનીએ ડોલરમાં 7-9 ટકાનું આવકનું ગાઈડન્સ પણ જાળવી રાખ્યું હતું તેમજ 4.2 ટકાનો છેલ્લા 3 વર્ષનો શ્રેષ્ઠ વોલ્યૂમ ગ્રોથ નોંધાવ્યો હતો.
કંપનીના પરિણામ જાહેર થયા બાદ બપોરે 1.10 વાગ્યે મુંબઈ શેરબજારમાં કંપનીના શેર 6.05 ટકાના ઉછાળા સાથે 2092 રૂપિયાની સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા.
વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 220.1 કરોડ ડૉલરથી વધીને 221.8 કરોડ ડૉલર રહી.
ક્વાર્ટરના આધાર પર ત્રીજી ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ 3483 કરોડ રૂપિયાથી વધીને 3689 કરોડ રૂપિયા રહી. ક્વાર્ટરના આધાર પર ત્રીજી ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ માર્જિન 26.1%થી વધીને 26.74% રહી.
ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો એટ્રિશન રેટ 20.1%થી વધીને 20.4% રહી. ક્વાર્ટરના આધાર પર ત્રીજી ક્વાર્ટરમાં ઈન્ફોસિસના 20 કરોડ ડૉલરથી વધારેના ગ્રાહકોની સંખ્યા 3થી વધીને 4 રહી. જે 10 કરોડ ડૉલરથી વધારેના ગ્રાહકોની સંખ્યા 13થી વધીને 14 થઈ ગઈ છે.
ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઈન્ફોસિસની અમેરિકી કારોબારની ગ્રોથ 2.1%, જ્યારે યૂરોપીય કારોબારની ગ્રોથ 2.1% સુધી ઘટી ગઈ. પરંતુ ઈન્ફોસિસની ભારતીય કારોબારની ગ્રોથ 14% રહી અને બાકી દુનિયાના બજારોમાં કારોબારી ગ્રોથ 2.3% સુધી ઘટી ગઈ છે.
ઈન્ફોસિસે નાણાંકીય વર્ષ 2015 માટે 7થી 9%ના કારોબાર ગ્રોથના અનુમાનને અખંડ રાખ્યો છે. ત્રીજી ક્વાર્ટરમાં ઈન્ફોસિસે કુલ 59 ક્લાઈન્ટ પોતચાની સાથે જોડ્યા છે. ઈન્ફોસિસના સીઈઓ અને એમડી વિશાલ સિક્કાના મુજબ ત્રીજી ક્વાર્ટરમાં કંપનીના પ્રદર્શનથી ખુશ છે અને કંપનીની નવી સ્ટ્રેટજીને ક્લાઈન્ટ્સને સારી રિસપોન્સ મળ્યો છે.
વિશાલ સિક્કાએ કહ્યું કે 4%નો વોલ્યૂમ ગ્રોથ છેલ્લા 3 વર્ષમાં સારો રહ્યો. નૉર્થ અમેરિકાથી સારો રિસપોન્સ મળ્યો છે, અને પ્લાનના મુજબ કંપનીના કેશ રિઝર્વનો ઉપયોગ થશે.સ્ટાર્ટઅપમાં રોકાણ માટે 50 કરોડ ડૉલરનો ફંડ બનાવામાં આવશે.
વિશાલ સિક્કાએ બતાવ્યુ કે ઑર્ડર પાઈપલાઈનમાં મજબૂતી દેખાઈ છે અને કંપનીના સેલ્સ ફોર્સ પર ઝડપથી જોર આપી રહ્યા છે. બધા કર્મચારિઓને 100% બોનસ આપવામાં આવશે.