આ ઘટનાની અસર ભારતથી લઇને અમેરિકા સુધી થઇ
ભારતની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસના સીઇઓ વિશાલ સિક્કાએ તેમના સીઇઓ પદથી રાજીનામું આપી દીધુ જેને બોર્ડ ઓફ ડિરેક્ટરે સ્વીકારી પણ લીધું. જો કે આ ખબરના મોટી અસર ભારતથી લઇને અમેરિકાના શેરમાર્કેટ પર જોવા મળી. રાજીનામાં પછી કંપનીના શેયરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં ઇન્ફોસિસના શેયરોમાં લગભગ 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો. વળી, ઇન્ફોસિસના બોર્ડ અને ફાઉન્ડરનો આ વિવાદ તેવી વખતે બહાર આવ્યો છે જ્યારે દેશમાં સોફ્ટવેર સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે.
બીજી તરફ અમેરિકામાં ઇમિગ્રેશન નીતિમાં પણ સંભવિત બદલાવના પગલે દેશની આઇટી કંપનીઓની સામે મોટી મુશ્કેલી ઊભી છે. તેવી પણ સંભાવનાઓ છે કે ડોનાલ્ડ ટ્રંપની નીતિઓના કારણે ભારતીય કંપનીઓ અમેરિકામાં પર્યાપ્ત વર્કર્સ નથી મોકલી શકતા જેના કારણે ભારતીય કંપનીઓને ક્લાયન્ટને સર્વિસ આપવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. યુરોપમાં પણ વિશાલ સિક્કાના રાજીનામા પછી શેર બજાર ખરાબ રીતે નીચે આવેલું જોવા મળ્યું. ઇન્ફોસિસના શેયરમાં લગભગ 500 આંકડાનો ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો. વળી નિફ્ટી પણ 1 ટકો ઘટ્યો હતો.