For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ જાયન્ટ અને સર્ચ એન્જીન યાહૂ ભારતમાં 600 કર્મીઓને છૂટા કરશે

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 8 ઓક્ટોબર : ઇન્ટરનેટ જાયન્ટ અને સર્ચ એન્જીન યાહૂએ ભારતમાં 600 કર્મચારીઓને છૂટા કરીને દિવાળીના સમયે ઘરે બેસાડી દીધા છે.

યુએસમાં પોતાના હેડક્વાર્ટરમાં પ્રોડક્ટ એન્જીનિયરિંગ ટીમને મજબૂત કરવા માટે ભારતમાં છટણી શરૂ કરી દીધી છે. આ છટણીની સીધી અસર ભારતના પ્રોડક્ટ ટીમ એન્જીનીયર્સની ટીમ ઉપર પડશે. સીનિયર એક્ઝુક્યુટિવ્ઝને સનીવેલ ઓફિસમાં પોઝિશન ઓફર કરવામાં આવશે અને ટીમોના એક હિસ્સાને પિંક સ્લિપ મળશે.

આ અંગે એક રિક્રૂટમેન્ટ કન્સલ્ટન્ટના જણાવ્યા પ્રમાણે યાહૂના ભારત ખાતેના સ્ટાફમાંથી 70 ટકા લોકોને છટણીની અસર થશે. છટણી પછી યાહૂના ભારતમાં કામકાજ ઓપરેશન્સ સપોર્ટ ફન્કશન સુધી સીમીત રહી જશે.

yahoo-mail-01

ઉલ્લેખનીય છે કે એક સમયે યાહુ માટે 2,000થી પણ વધારે એન્જીનીયર્સ કામ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી આ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યાહૂ ઇન્ડિયાના આરએન્ડડી હેડ હરિ વાસુદેવ અને કેટલાક અન્ય સીનિયર એક્ઝુક્યુટિવ્ઝને અમેરિકામાં શિફ્ટ થવા માટે કહેવામાં આવ્યું છે.

સર્ચ એન્ડ માર્કેટ પ્લેસેઝના વાઇસ પ્રેસિડેન્ટ અમિત દયાલ પહેલાથી જ અમેરિકા શિફ્ટ થઇ ગયા છે. વાસુદેવે કહ્યું કે યાહૂ ઇન્ડિયા અને પૂર્વ આરએન્ડડી હેડ શૌવિક મુખર્જીએ કમાન સંભાળી હતી. મુખર્જી 2013માં સનીવેલ શિફ્ટ થઈ ગયા હતા. નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે એક વર્ષ પહેલા જ હાયરિંગ બંધ કરી દીધી હતી અને છેલ્લા કેટલાક સપ્તાહમાં છટણીની સંખ્યા સતત વધારો થતો ગયો હતો.

યાહૂના જણાવ્યા પ્રમાણએ ભારતમાં પોતાની હાજરી ચાલુ રાખશે. પરંતુ કંપની કેટલીક ટીમોને મજબૂત કરવા વિચારી રહી છે. યાહૂએ વર્ષ 2002માં ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર સ્થાપિત કરનારી પહેલી મલ્ટિનેશનલ કંપનીઓમાંની એક હતી. આમ હોવા છતાં ગૂગલ અને કેટલીક કંપનીઓએ ભારતમાં પોતાની આરએન્ડડી ટીમો બનાવી હતી.

યાહૂએ ગૂગલના પૂર્વ એક્ઝુક્યુટિવ્સ મેરિસા મેયરને 2012માં કંપનીના ટર્નઅરાઉન્ડ માટે હાયર કર્યા હતા. મેરિસાના નેજા હેઠળ યાહૂએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટમ્બલર, મોબાઇલ એનાલિટિક્સ ફર્મ ફ્લરી અને એગ્રીગેટરનો ખરીદ્યા હતા. તાજેતરમાં યાહૂને ચીનની ઇ-કોમર્સ કંપની અલિબાબાના આઈપીઓ ઉપર પાંચ અબજ ડોલરનો વધારાનો ફાયદો થયો હતો.

યાહૂ ઉપરાંત ગૂગલ, સિસ્કો, બ્રાન્ડકોમ અને ટેક્સાસ ઇંસ્ટ્રૂમેન્ટ્સે પોતાની પ્રોડક્ટ ઇજનેરી ટીમોનો કેટલોક હિસ્સાને ભારતમાં શિફ્ટ કર્યો છે. એપલ, ફેસબુક જેવી કંપનીઓની ઇમર્જિંગની માર્કેટ્સમાં સફળતાથી આ ધારણા મજબૂત બની ગઇ છે કે આ માર્કેટ્સ માટેની પ્રોડક્ટ્સ સિલીકોન વેલીમાં તૈયાર કરી શકાય છે.

English summary
Internet giant and search engine Yahoo fires 600 techies in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X