For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇ ટેક્સી કંપનીઓમાં કરવામાં આવેલા રોકાણ જોખમમાં

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 11 ડિસેમ્બર : ઓનલાઇન અને એપ્લીકેશન આધારિત ટેક્સી સર્વિસ પર વિવિધ રાજ્યોની સરકારે મૂકેલા પ્રતિબંધથી ઇ ટેક્સી બિઝનેસમાં કામ કરી રહેલી કંપનીઓમાં ઠલવાયેલા કરોડો ડોલરના રોકાણ સામે જોખમ ઊભું થયું છે. આ ઘટના વોડાફોનનો કિસ્સો યાદ અપાવે છે.

તાજેતરમાં ઉબેર ટેક્સી સર્વિસના ચાલકે એક મહિલા પર બળાત્કાર ગુજારવાના કેસમાં ઉબેર કંપનીની સેવા પર પ્રતિબંધ મૂકાયો હોવાના ઘટનાક્રમ બાદ એવી સ્થિતિ ઉભી થઇ છે કે રોકાણકારોના નાણા ડૂહી જઇ શકે છે.

uber-taxi-on-rape

Uber, Ola અને TaxiForSureના રોકાણકારોએ બુધવારે આવા પ્રતિબંધોને તીવ્રપણે વખોડી કાઢતાં દલીલ કરી હતી કે, ભારતના ઇન્ટરનેટ અર્થતંત્રને લઈને જે હકારાત્મક સેન્ટિમેન્ટ ઊભું થયું છે તેના પર આવા પ્રતિબંધોથી ગંભીર અસર પહોંચી શકે છે. મોદી સરકારે સત્તા સંભાળી ત્યારથી સમગ્ર અર્થતંત્ર માટે ફીલ-ગૂડ ફેક્ટરનું વાતાવરણ ઊભું થયું હતું જેમાં ઇન્ટરનેટ ઇકોનોમીએ પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

TaxiForSureના એક રોકાણકારે કહ્યું હતું કે 'આ ઉદ્યોગ અબજો ડોલરનું મૂલ્ય ઊભું કરી રહ્યો હતો, પરંતુ તમે જાણીજોઈને તેનું મૂલ્ય ઘટાડી રહ્યા છો. ઉબેરે તો વિશ્વનાં ઘણાં શહેરોમાં નિયમનકારી પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે ઉકેલ શોધતી આવી છે અને તેની સર્વિસ પર ક્યાંય પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. આવી પ્રતિક્રિયા હંમેશા રાજકીય હિત પ્રેરિત હોય છે. મને ચોક્કસપણે ખાતરી છે કે આની પાછળ લોબિંગ થઈ રહ્યું છે.'

English summary
Investment in E Taxi companies are on risk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X