Stock Tips : IRCTC 1 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે 10 મી સરકારી કંપની બની, રોકાણ કરો અને કમાણી કરો
Stock Tips : શેર્સમાં મજબૂતીના કારણે IRCTC નું માર્કેટ કેપ આજે 1 લાખ કરોડ રૂપિયા (એક ટ્રિલિયન) ના સ્તરને પાર કરી ગયું છે. તે આ સિદ્ધિ હાંસલ કરનારી દેશની 10 મી જાહેર ક્ષેત્રની કંપની (PSU) બની છે. આજે તેના શેર લગભગ 8 ટકા વધ્યા છે. આ વર્ષે 2021માં તેણે રોકાણકારોને 337 ટકાનું વળતર આપ્યું છે.
આઈઆરસીટીસી, એસબીઆઈ, ઓએનજીસી, એનટીપીસી, પાવરગ્રીડ, ઈન્ડિયન ઓઈલ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, કોલ ઈન્ડિયા, એસબીઆઈ કાર્ડ્સ અને ભારત પેટ્રોલિયમ પહેલા રૂપિયા 1 લાખ કરોડના માર્કેટ કેપ સ્તરને પાર કરી ચૂક્યા છે. રિલાયન્સ દેશમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની છે. રિલાયન્સની માર્કેટ કેપ લગભગ 17.40 લાખ કરોડ રૂપિયા છે.

IRCTC ધરાવે છે ચારમાંથી બે વ્યવસાયમાં ઈજારો
સેન્ક્ટમ વેલ્થના રિસર્ચ ડિરેક્ટર આશિષ ચતુરમોહતાના જણાવ્યા અનુસાર, અન્ય PSU કંપનીઓની તુલનામાં IRCTC ની બિઝનેસ પોઝિશન અલગ છે. તેનોવ્યવસાય ચાર સેગમેન્ટમાં છે, જેમાંથી બે સેગમેન્ટમાં તેનો સંપૂર્ણ ઈજારો છે. IRCTC ની ઈન્ટરનેટ ટિકિટિંગ અને રેલ નીરનો સંપૂર્ણ ઈજારો છે. ચાતુરમોહતાIRCTC માં લાંબા ગાળાના રોકાણ માટે બુલિશ છે, પરંતુ માને છે કે, રોકાણકારો આંશિક નફો બૂક કરીને શેરોમાં તેજીનો લાભ લઈ શકે છે.

નફાના કારણે વેચવાની સંભાવના છે, જે કદાચ તેના ભાવમાં ઘટાડો તરફ દોરી જાય છે
રિલાયન્સ સિક્યોરિટીઝના ટેકનિકલ એનાલિસ્ટ જતીન ગોહિલના જણાવ્યા અનુસાર મુખ્ય ટેકનિકલ સૂચકાંકોથી લાંબા ગાળા અને મધ્યમ ગાળામાં શેરમાં તેજીના સંકેતદેખાઈ રહ્યા છે. શેર રૂપિયા 7180 ની ઉંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. જો કે, ગોહિલ માને છે કે, આઇઆરસીટીસીમાં તેજીનું વલણ હોવા છતાં, ટૂંકા ગાળાનાસૂચકાંકો ઓવરબોટ ઝોનને સ્પર્શી ગયા છે, જેના કારણે નફામાં વેચવાની સંભાવના છે, જે કદાચ તેના ભાવમાં ઘટાડો તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં ગોહિલે તેનીકિંમતોમાં ઘટાડો થવાના કિસ્સામાં ફ્રેશ લોંગ પોઝિશનની સલાહ આપી છે. આ સ્ટોકને 20 દિવસની EMA એટલે કે, 4611 રૂપિયાની કિંમતે કરેક્શન દરમિયાન સપોર્ટમળશે.

માત્ર બે વર્ષમાં રોકાણકારોને IPO એ આપ્યો 1800 ટકાથી વધુનો નફો
IRCTC ના શેર બે વર્ષ પહેલા 14 ઓક્ટોબર, 2019ના રોજ લિસ્ટેડ હતા. તેના શેર BSE પર 101.25 ટકા એટલે કે, 644 રૂપિયાના આઇપીઓના ભાવની સામે 320રૂપિયાના પ્રીમિયમ પર સૂચિબદ્ધ થયા હતા. માત્ર બે વર્ષમાં તેના ભાવ આજે 6,300 રૂપિયાની નજીક પહોંચી ગયા છે, એટલે કે રોકાણકારોની મૂડીમાં IPOની કિંમતનીસરખામણીમાં 1800 ટકાથી વધુનો વધારો થયો છે. એક મહિનામાં શેર લગભગ 70 ટકા વધ્યો છે.