For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇઆરસીટીસીની એર ટિકિટ બુકિંગ કરવા પર મળશે 50 લાખનો વીમો

આઈઆરસીટીસી, જે ઑનલાઇન ટિકિટ બુકિંગની સુવિધા આપે છે, તે એર મુસાફરો માટે એક ખાસ ઓફર લાવી છે.

|
Google Oneindia Gujarati News

આઈઆરસીટીસી, જે ઑનલાઇન ટિકિટ બુકિંગની સુવિધા આપે છે, તે એર મુસાફરો માટે એક ખાસ ઓફર લાવી છે. આ ઓફર હેઠળ આઇઆરસીટીસી તરફથી એર ટિકિટો બુક કરનારા મુસાફરોને હવે 50 લાખનો ફ્રી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મળશે. આ માહિતી બુધવારે આઇઆરસીટીસી અધિકારીએ આપી હતી.

આ પણ વાંચો: Paytm યુઝર્સ માટે ખુશખબર, વૉલેટમાં બેલેન્સ વિના કરી શકો છો 60000 રૂપિયાની ખરીદી

ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંને માટે વીમા સુવિધા

ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંને માટે વીમા સુવિધા

આઇઆરસીટીસીના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઓફરનો લાભ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ્સ માટે ટિકિટ બુકિંગ કરનારા યાત્રીઓ માટે ઉપલબ્ધ રહેશે. આ હેઠળ કોઈપણ અકસ્માતની સ્થિતિમાં આઈઆરસીટીસી દ્વારા પીડિતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

યાત્રીઓના સંબંધીઓને 50 લાખ રૂપિયાની નાણાકીય સહાય

યાત્રીઓના સંબંધીઓને 50 લાખ રૂપિયાની નાણાકીય સહાય

આ વીમા ઓફર હેઠળ દુર્ઘટનામાં મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતામાં યાત્રીઓના સંબંધીઓને 50 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. જણાવી દઈએ કે અધિકારીનું કેહવું છે કે આ વીમા સુવિધા એર યાત્રીઓની સલામતી માટે શરૂ કરવામાં આવી છે.

આવવા-જવા અથવા બંને તરફની યાત્રાની સુવિધા

આવવા-જવા અથવા બંને તરફની યાત્રાની સુવિધા

જોકે, આઈઆરસીટીસી અનુસાર, યાત્રીઓને ટ્રાવેલ વીમો આપવા માટે તેને ભારતી એક્સા જનરલ ઇન્શ્યોરન્સ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ યાત્રીઓ માટેના વીમાની સુવિધા માટેના પ્રીમિયમની ચુકવણી આઈઆરસીટીસી તરફથી કરવામાં આવશે. આ વીમા સુવિધા આવવા-જવા અથવા બંને તરફની યાત્રા માટે ખરીદવામાં આવેલી બધી ટિકિટો પર ઉપલબ્ધ થશે.

English summary
IRCTC Offers Free Travel Insurance For Air Travellers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X