For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોમ લોન સહમાલિકને પણ કરલાભ આપે છે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઇન્કમટેક્સ બચાવવા માટે હોમ લોન્સ સૌથી લોકપ્રિય કરબચત સાધન છે. તાજેતરના બજેટમાં હોમ લોનમાં વધારવામાં આવેલી હોમલોનની મર્યાદા બાદ તે વધારે લોકપ્રિય બની છે. આ કારણે જો આપ રૂપિયા 2 લાખનું હોમ લોન વ્યાજ ચૂકવતા હોવ તો આ સમગ્ર રકમ ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે.

પહેલા આ લિમિટ રૂપિયા 1.5 લાખની હતી. પરંતુ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ આ વર્ષે બજેટમાં તેની મર્યાદા વધારીને રૂપિયા 2 લાખ કરી છે. આ કર લાભ મેળવવા માટે જે નાણાકીય વર્ષે લોન લીધી હોય તેના ત્રણ વર્ષની અંદર તેની ખરીદી કે બાંધકામ પૂરું થઇ જવું જોઇએ. આ ઉપરાંત હોમ લોન માટે ચૂકવેલી મૂળ રકમ પણ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80(C) હેઠળ કરલાભ મળે છે.

home-loan-1

હોમ લોનનો કરલાભ સહમાલિકને પણ મળે ખરો?
ઉપરના પ્રશ્નનો જવાબ છે હા. જો આપ સહઘરમાલિક હોવ અને લોનમાં પણ સંયુક્ત અરજદાર હોવ તો આપ કર લાભ માટે દાવો કરી શકો છો.

અહીં એક બાબત મહત્વની છે અને ધ્યાનમાં રાખવા જેવી છે કે જો આપે સંયુક્ત નામે લોન લીધી હોય પરંતુ મકાન માલિક તરીકે આપનું નામ ના હોય તો આપને કરલાભ મળી શકશે નહીં.

ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં એક મહત્વની બાબત એ પણ છે કે મકાન ખરીદી માટે ચૂકવવામાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પણ આવક વેરા કાયદાની કલમ 80(c) હેઠળ કરલાભ માટે માન્ય છે.

તારણ:
જો આપે મહત્તમ કરલાભ મેળવવો હોય તો સંયુક્ત નામે હોમ લોન લેવા ઉપરાંત સંયુક્ત નામે ઘર લેવું પણ મહત્વનું છે. આમ થવાથી બંને અરજીદાતાઓને હોમલોનનો કરલાભ મળે છે. ઉદાહરણ તરીકે જો આપ હોમલોનમાં પ્રિન્સિપાલ એમાઉન્ટ તરીકે દર વર્ષે રૂપિયા 4 લાખ ભરો છો. તો આપને વ્યક્તિગત રીતે માત્ર રૂપિયા 1.5 લાખનો કરલાભ મળે છે. જ્યારે આપ સંયુક્ત નામ રાખો છો તો બંને વ્યક્તિને મળીને રૂપિયા 3 લાખનો કરલાભ મળે છે.

English summary
Is Tax Benefits on Home Loan Also Available to a Co-Owner?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X