For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IT વિભાગે ICICI, HDFC અને AXIS બેંકને નોટિસ પાઠવી

|
Google Oneindia Gujarati News

income-tax-department-logo
નવી દિલ્હી, 29 મે : ખાનગી બેન્કોમાં મની લોન્ડરિંગના પ્રશ્નો ચાલી રહ્યા છે ત્યારે ફરી એક વખત દેશની અગ્રણી ત્રણ પ્રાઈવેટ બેન્કો આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એક્સિસ બેન્કને ઝટકો લાગ્યો છે. કરવેરા વિભાગ દ્વારા આ ત્રણેય બેન્કોને નોટીસ ફટકારવામાં આવી છે. કરવેરા વિભાગે આ ત્રણય બેન્કોએ નિયમો તોડ્યા છે તે વિશે આરોપ લગાવીને નોટિસ ફટકારી છે અને તે વિશેની ડિટેલ પણ મંગાવવામાં આવી છે. આ ત્રણેય બેન્કો પર હાલ મની લોન્ડરિંગ અને નો યોર કસ્ટમરના નિયમોને પણ આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાથી તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

નાણાં વિભાગના અગ્રણી બે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેન્કોને જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં જવાબ આપવાનુ જણાવવામાં આવ્યું છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સીબીડીટીના સૂચનથી જ ડાયરેક્ટર ઓફ ઈન્કમટેકસ અથવા ડીસીઆઈ દ્વારા આ નોટિસ રજૂ કરવામાં આવી છે. બેન્કોને જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં જવાબ આપવાનું જણાવવામાં આવ્યું છે અને બેન્કો દ્વારા તેને ગંભીરતાથી નહી લેવામાં આવે તો કરવેરા વિભાગ દ્વારા અનય કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. બેન્કો દ્વારા આ વિશે કોઈ પણ ટિપ્પણી કરવામાં આવી નથી. આ ત્રણેય બેન્કો વિરુદ્ધ આરબીઆઈ દ્વારા મની લોન્ડરિંગ અને નો યોર કસ્ટમરનો નિયમ તોડવા બદલ તપાસ કરવામાં આવી રહી છે.

આ બેન્કોની તપાસ તેમના સર્વિલાન્સ વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ઓનલાઈન પોર્ટલ કોબરા પોસ્ટે આ બેન્કોના કર્મચારીઓ દ્વાર ખોટા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની ક્લિપિંગ પણ રજૂ કરી છે, ત્યાર બાદ આરબીઆઈ દ્વારા આ બેન્કોની તપાસ શરૃ કરવામાં આવી છે. સેન્ટ્રલ બેન્ક દ્વારા આ ત્રણેય બેન્કોને નો યોર કસ્ટમનો નિયમ તોડવા માટે કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નાણા વિભાગ દ્વારા પણ આ વિશેમાં બેન્કો સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ બેન્કે જણાવ્યું છે કે, બેન્કિંગ સિસ્ટમના કોઈ પણ કૌભાંડોને સરકાર દ્વારા સહન કરવામાં આવશે નહીં. નાણા વિભાગના મત પ્રમાણે આ ગુના માટે બેન્કોને રૃ. એક કરોડનો દંડ પણ ખૂબ ઓછો કહેવાય.

બીએમઆર એડ્વાઈઝરીના એન્ટી મનિલોન્ડરિંગના હેડ સરબજિત સિંહે જણાવ્યું છે કે, આ કૌભાંડોથી ખ્યાલ આવી શકે છે કે ગ્રાહકો પાસે નો યોર કસ્ટમરની ડિલ કરવા માટે બેન્કો પાસે જોઈએ તે પ્રમાણેના સ્કીલ્ડ સ્ટાફની અછત છે. આ પદ્ધતિનો સારી રીતે ઉપયોગ કરી શકાય તે માટે બેન્કોએ દુનિયાની બેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.

English summary
IT department sent notice to ICICI, HDFC and AXIS bank
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X