For Quick Alerts
For Daily Alerts
જેટ એરવેઝના ભાડામાં 50% સુધીનો ઘટાડો, 2,250 રૂપિયામાં ગમે ત્યાં ઉડો
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: ભારતની બીજા નંબરની સૌથી મોટી જેટ એરવેઝે મુસાફરો માટે લોભામણી ઓફર મૂકી છે પોતાના ઘરેલુ ઉડાણોની ટિકીટોમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. મીડિયાના રિપોર્ટ અનુસાર જેટ એરવેઝ 2,250 રૂપિયાના દરથી પોતાની 2 લાખ ટિકીટો વેચશે.
કંપનીની આ યોજના હેઠળ મુસાફરો આ વર્ષના 31 ડિસેમ્બર સુધી કોઇપણ ઉડાણ ભરી શકે છે. જો કે યાત્રીઓએ આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પોતાની ટિકીટ 24 ફેબ્રુઆરી સુધી બુક કરાવવી પડશે.
જેટ એરવેઝના અનુકરણ કરતાં વિમાન કંપની ઇંડિગોએ પણ પોતાની ટિકીટની કિંમતમાં 30થી 40 ટકાનો કાપ મૂક્યો છે, જો કે આ યોજના અંગે ઇંડિગોએ સત્તાવાર રીતે કશું કહ્યું નથી.