For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jio બે વર્ષ પુરા થવા પર લાવ્યું સેલિબ્રેશન પેક, દરરોજ મળશે 2GB ડેટા

રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર 2016 માં પોતાના કામની શરૂઆત કરી હતી અને બે વર્ષમાં તે દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર 2016 માં પોતાના કામની શરૂઆત કરી હતી અને બે વર્ષમાં તે દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. આજકાલ કંપની તેની બીજી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. ઉજવણી કરતી વખતે જિયોએ તેના વપરાશકર્તાઓ માટે એક ભેટ તરીકે કોમ્પીમેન્ટ્રી ડેટા પેક શરૂ કર્યો છે. જણાવી દઈએ કે આ પેક રિલાયન્સ જિયોએ સેલિબ્રેશન પેક નામ આપ્યું છે. જે 11 સપ્ટેમ્બર 2018 સુધીમાં ઉપલબ્ધ રહેશે.

જિયોનું સેલિબ્રેશન પૅક ખાસ શા માટે છે

જિયોનું સેલિબ્રેશન પૅક ખાસ શા માટે છે

જિયોનો નવો પ્લાન ખૂબ જ ખાસ છે. સેલિબ્રેશન પેકમાં વપરાશકર્તાઓને દરરોજ 2 જીબી 4 જી ડેટા આપવામાં આવશે જ્યાં સુધી તે પૂર્ણ ન થાય. પેકનો ફાયદો દરેક વપરાશકર્તા માટે થોડો અલગ હોઈ શકે છે. ટેલિકોમ ટોક રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપની સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વપરાશકર્તાઓને દર મહિને 8 જીબી ડેટા આપશે. આ 8 જીબી ડેટા દરરોજ 2 જીબી તરીકે ક્રેડિટ કરવામાં આવશે. જે એક સમાપ્તિ ડેટા સાથે પણ આવશે. આ પ્લાન અંતર્ગત આવતા મહિને વપરાશકર્તાઓને સમાન ડેટાનો લાભ મળશે.

ઓફર્સ કેવી રીતે ચેક કરવી

ઓફર્સ કેવી રીતે ચેક કરવી

એવું કહેવામાં આવે છે કે Jio તે બધા યુઝર્સને આ પ્લાન આપી રહ્યા છે કે જેઓની પાસે એક્ટિવ જિયો પ્લાન છે. તમને ડેટા મળ્યા છે કે નહીં તે જાણવા માટે તમારે MyJio એપ્લિકેશન ખોલી અને માય પ્લાન મેનૂ પર જાઓ. અહીં જ્યાં તમે જીઓ સેલીબ્રેશન પૅક જોઈ શકો છો. જે તમને દિવસ દીઠ 2 જીબી ડેટા આપશે. માય પ્લાન મેનૂમાં તમને આ ઑફરની સમાપ્તિની તારીખ પણ જાણવા મળશે. એવું કહેવામાં આવે છે કે એક્ટિવ વપરાશકર્તાઓને જિયો સેલિબ્રેશન પૅક ડેટાનો લાભ મળશે, પરંતુ આ વાત પર સંપૂર્ણપણે વિશ્વાસ ન કરી શકાય.

જિયો ડેરી મિલ્ક પ્રસ્તાવ

જિયો ડેરી મિલ્ક પ્રસ્તાવ

રિલાયન્સ કંપની તેના વપરાશકર્તાઓને દરરોજ 2 જીબી ડેટા ઓફર કરી જ રહી છે, પરંતુ આ વખતે કંપનીએ બીજી ઓફર શરૂ કરી છે. કંપનીએ તેની વર્ષગાંઠની ઉજવણી કરવાનો અને તેના વપરાશકર્તાઓને મોં મીઠુ કરાવવાનો નિર્ણય કર્યો છે. તેનો અર્થ એ કે તમારે ડેરી મિલ્ક ચોકલેટ ખરીદવી પડશે અને તેના કાગળને MyJio એપ્લિકેશનમાં સ્કેન કરવું પડશે. આ કરવા પર તમને 1 જીબી 4જી ડેટા આપવામાં આવશે. એટલું જ નહીં, તમે આ ડેટા અન્ય કોઇ વપરાશકર્તા સાથે શેર કરી શકો છો.

જિયોની બીજી વર્ષગાંઠ

જિયોની બીજી વર્ષગાંઠ

આ બધા માટે જાણીતું છે કે જિયોએ 2016 માં ભારતીય બજારમાં તેની શરૂઆત શરૂ કરી. આજે રિલાયન્સ જિયોનો ઉપયોગ દેશની અડધા કરતા વધારે વસ્તી કરે છે. જિયોની શરૂઆત ખાસ કરીને લોકો સુધી 4જી નેટવર્ક પહોંચાડવા માટે કરવામાં આવી હતી. કંપનીએ પર્યાપ્ત ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને ફ્રી એસએમએસ સહિત અનેક ફ્રી પ્લાન લોંચ કરીને ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે.

જિયોના પ્લાનની સરખામણી કરવામાં અસમર્થ

જિયોના પ્લાનની સરખામણી કરવામાં અસમર્થ

એટલું જ નહીં, રિલાયન્સ જિયો બાકીના ટેલિકોમ કંપનીઓને ટક્કર આપતા સૌથી સસ્તો ડેટા પ્લાન સાથે બજારમાં ઉતર્યા. આ કારણે દેશની અન્ય ટેલિકોમ કંપનીઓને તેમની ટેરિફ પ્લાનની કિંમતમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. બાકીની કંપનીઓએ જિયોને પડકારવા માટે ઘણી યોજનાઓનો અમલ કર્યો હતો, પરંતુ તેઓ હજુ પણ જિયોના પ્લાનની સરખામણી કરવામાં અસમર્થ રહ્યા છે. અત્યાર સુધીમાં કોઈ પણ કંપનીના પ્લાન જિયોના પ્રતિ જીબી ડેટા ખર્ચની સરખામણી નથી કરી શક્યા.

English summary
Jio has started a Comprehensive Data Pack as a gift for its users
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X