For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JIOનો ધમાકો, રોજ 5GB મફત ડેટા, 1 વર્ષની પ્રાઇમ મેમ્બરશીપ ફ્રી

જીયોના પ્રાઇમ મેમ્બરશીપને વધુ એક વર્ષ માટે વધારવામાં આવી છે. જાણો જીયોની આ ઓફર વિષે વધુ. સાથે જ જાણો જીયો અને એરટેલમાંથી કોની ઓફર છે વધુ સારી.

|
Google Oneindia Gujarati News

31 માર્ચ પહેલા રિલાયન્સ જીયોએ તેના ગ્રાહકોને વધુ એક મોટો ફાયદો કરી આપ્યો છે. જીયોના પ્રાઇમ મેમ્બરશીપને વધુ એક વર્ષ માટે વધારવામાં આવી છે. સાથે જ 1.5 જીબીની જગ્યાએ 2 જીબી અને 2 જીબીની જગ્યાએ 3 જીબી, તો 3 જીબીની જગ્યાએ 4 જીબી અને 4 જીબીની જગ્યાએ 5 જીબી ડેટા પ્રતિદિવસ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે જાણો આ ઓફર વિષે વિગતવાર અહીં. ઉલ્લેખનીય છે કે આ ખબરના કારણે જીયોના ગ્રાહકોની ખુશીની કોઇ સીમા નથી રહી. અને તમામ લોકો આ એક વર્ષના વધારાને અપનાવી રહ્યા છે. ત્યારે જાણો જીયોની આ ઓફર વિષે વધુ. સાથે જ જાણો જીયો અને એરટેલમાંથી કોની ઓફર છે વધુ સારી અહીં...

એરટેલ Vs જીયો

એરટેલ Vs જીયો

ભારતમાં હાલ બે ટોપની કંપનીઓ વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રાઇઝ વોર ચાલી રહ્યો છે. જીયો અને એરટેલ સતત પોતાના ડેટા પેક્સને સસ્તા કરી રહ્યા છે. જેનાથી ગ્રાહકોને ચોક્કસથી લાભ થયો છે. રિલાયન્સ જીયો અને એરટેલ પાછલા એક વર્ષથી પ્રાઇસ વોરના કારણે નવી નવી ઓફર અને સુવિધા તેના ગ્રાહકોને આપી રહ્યા છે. તમને જણાવી દઇએ કે એરટેલે પણ હાલ 199, 349, 448, 509 જેવા પ્લાન નીકાળ્યા છે જે જીયોને ટક્કર આપવા માટે બનાવ્યા છે.

જીયોની પ્રાઇમ મેમ્બરશીપ

જીયોની પ્રાઇમ મેમ્બરશીપ

જીયોની પ્રાઇમ મેમ્બરશીપ હવે એક વર્ષ માટે વધી ગઇ છે. જો કે નવા ગ્રાહકો જે જોડાશે તેમણે મેમ્બરશીપ માટે 99 રૂપિયા આપવા પડશે. અને જૂના ગ્રાહકોને ખાલી આ પ્લાન માટે રીચાર્જ કરાવવું પડશે. જીયો પ્રાઇમ મેમ્બરને 20 ટકાથી 50 ટકા સુધી વધુ વેલ્યૂ મળશે. સાથે જ 550 થી વધુ લાઇવ ટીવી ચેનલ, 6,000 વધુ ફિલ્મો, લાખો વિડિયો, 1.4 કરોડ ગીત, 5,000 પત્રિકા, માય જીયો જેવો ડિઝિટલ ગેટ વે જેવી ખાસ સુવિધાઓ આવનારા વર્ષ માટે પણ ચાલુ રહેશે.

જીયો પ્લાન

જીયો પ્લાન

જીયોના પ્લાન કુલ 6 ભાગમાં વહેંચાયેલા છે. હવે જે પ્લાનમાં જે ડેટા મળતા હતા તેમાં પણ ઓફર હેઠળ વધુ ડેટા મળશે. સાથે જ ફ્રી રોમિંગ, ફ્રી કોલિંગથી લઇને તમને આ પ્લાન દ્વારા 28 થી લઇને 91 દિવસ સુધીના વેલિડિટી પ્લાન પણ મળશે. આ પ્લાન 149 થી લઇને 449 રૂપિયાના છે. જે તમે તમારી સુવિધા અને સગવડતા મુજબ ખરીદી શકો છો.

English summary
Jio extended prime membership plan now Airtel or jio which plan is better. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X